Site icon Revoi.in

આંસુ કંટ્રોલ કરવા પડી શકે છે ભારે, આ ભયાનક બીમારી થવાની શકયતા

Social Share

આંસુ આવવા એ નેચરલ પ્રક્રિયા છે જે ભાવનાઓ મારફતે તમારા શરીરમાંથી બહાર નીકળે છે. આનંદ, ઉદાસીનતા,ગમ,દર્દ આ બધી પ્રક્રિયાના સમયે આંસુ આવવા એ સ્વાભાવિક છે પરંતુ શું તમે એ જાણો છો કે આંસુ ને રોકવું એ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આંસુને રોકવાથી શું નુકસાન થઈ શકે છે.

આંસુ રોકવાથી થતાં નુકસાન:
જ્યારે આપણે આંસુ રોકીએ છીએ ત્યારે આપણું શરીર શારીરક અને માનસિક બંને રીતે બીમાર પડી જાય છે. રડવાથી મન શાંત થાય છે. ભાવનાઓ સંતુલિત બની રહે છે પરંતુ જો આંસુને જબરજસ્તી રોકવામાં આવે તો તેનાથી માનસિક તણાવ વધી શકે છે અને મનુષ્ય ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાથી પીડાઈ શકે છે તથા તેની ચિંતામાં પણ વધારો થઈ શકે છે.

થઈ શકે છે આ ખતરનાક બીમારી:
આંસુને જો ટાઈમસર નિકળવામાં ના આવે તો ફક્ત મેન્ટલ હેલ્થ પર અસર થાય તેવું નથી, પરંતુ તમને શારીરક તકલીફ પણ થઈ શકે છે. ઘણા અદયયન પછી એ તારવવામાં આવ્યું છે કે આંસુ રોકવાથી હાર્ટ અટેક, હાઇ બ્લડ પ્રેશર જેવી ભયાનક બીમારી થઈ શકે છે.
રડવું જીવન માટે છે જરૂરી:
જો તમને રડવાનું મન હોય તો રડી જ લેવું જોઈએ કારણ કે ઘણીવાર એ તમને માનસિક અને શારીરિક રીતે ફાયદાકારક સાબિત થતું હોય છે, આંસુ નિકળવાથી ભાવનાત્મક તણાવ ઓછો થાય છે અને શરીરમાં જે ટોક્સિન હોય છે એ બહાર નીકળી જાય છે, જેનાથી તમે તમારી જાતને હળવા મહેસુસ કરી શકો છો. જેથી તમે જ્યારે દુખી હોવ ત્યારે મન હલકું કરવા માટે થોડા ક્ષણ માટે રડવું હોય તો રડી લેવું જોઈએ.

રડવું કમજોરીની નિશાની નથી:
રડવું કમજોરીની નિશાની નથી, એ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે જે આપણી મનની ભાવનાઓને બહાર લાવવાનું કામ કરે છે જ્યારે આપણે રડીએ છીએ ત્યારે શરીરમાંથી તણાવ અને ભાવનાત્મક બોજ દૂર થાય છે. રડવાનું દેખાડે છે કે આપણે મનુષ્ય છીએ, જે પોતાના મંતવ્ય બહાર પાડી શકે છે તેનાથી ડરતા નથી, ગભરાતા નથી, અને સારી રીતે પોતાની ભાવનાને વ્યક્ત કરી શકે છે. રડવું શારીરક અને માનસિક રૂપથી મનુષ્યને મજબૂત બનાવે છે કેમ કે એ તણાવને ઓછો કરી મનને મજબૂત બનાવે છે જેથી હવે ક્યારેય પણ રડવું આવે ત્યારે શરમાયા વગર રડી લેવું જોઈએ એ તમારી ભાવનાત્મક તાકાતનું પ્રતિક છે.