અભિનેતા આર માધવનની ભોપાલ ગેસ લીક દુર્ઘટના પર આઘારીત વેબ સિરીઝ ઘ રેલ્વે મેન નું ટિઝર રિલીઝ,
મુંબઈઃ- અભિનેતા આર માધવન પોતાની શાનદાર એક્ટિંગને લઈને બી ટાઉનમાં જાણીતા છએ ત્યારે તેઓ પોતાની આગામી વેબ સિરીઝ ઘ રેલ્વે મેન કે જે મધ્યપ્રદેશના ભોપાલ ગેસ લીક ઘટના પર આઘારિત છે તેનું ટિઝર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે.
નેટફ્લિક્સ એ યશ રાજ ફિલ્મ્સ સાથે મળીને તેની આગામી સિરીઝ ‘ધ રેલ્વે મેન’નું ટીઝર દર્શકો માટે રિલીઝ કર્યું છે. આ સીરીઝ YRF એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે.
https://www.instagram.com/actormaddy/?utm_source=ig_embed&ig_rid=4921e280-0464-4f9b-940a-4ee8e18226f5
‘ધ રેલ્વે મેન’ સિરીઝની સ્ટોરી ભોપાલ ગેસ લીક દુર્ઘટના પર આધારિત છે. અભિનેતા આર માધવન, કેકે મેનન, દિવ્યેન્દુ અને બાબિલ ખાન અભિનીત, આ શ્રેણી ગાયબ નાયકોની સ્ટોરી દર્શાવવા માટે રેડી છે.ધ રેલ્વે મેન’ નેટફ્લિક્સ અને YRF વચ્ચેની પ્રતિષ્ઠિત ભાગીદારીમાંથી સ્ટ્રીમ થનારો પહેલો પ્રોજેક્ટ છે. રાહુલ રવૈલનો દીકરો શિવ રાવૈલ આ સિરીઝથી ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. આ સીરિઝ 18 નવેમ્બરે વિશ્વભરમાં પ્રીમિયર થશે.
દિગ્દર્શક શિવ રવૈલ દ્વારા નિર્દેશિત આ સિરીઝના ટીઝર વિશે વાત કરીએ તો, 1 મિનિટ 24 સેકન્ડના વિડિયોમાં મધ્યપ્રદેશના ભોપાલમાં 2 અને 3 ડિસેમ્બર, 1984ના રોજ થયેલી ગેસ દુર્ઘટના બતાવવામાં આવી છે.
આ વીડિયોની શરૂઆતમાં ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થતો બતાવવામાં આવ્યો હતો. તે જ સમયે, ભારતીય રેલ્વે કર્મચારીઓની અતૂટ હિંમત અને શહેરના અંધકારમય કલાકો દરમિયાન અસંખ્ય જીવન બચાવવાના તેમના પ્રયત્નો સ્ક્રીન પર દર્શાવાયા છે. આર માધવન, કેકે મેનન, દિવ્યેન્દુ અને બાબિલ ખાનના પાત્રોએ ધ રેલ્વે મેઈન સિરીઝમાં પ્રાણ પૂર્યા છે.