નવી દિલ્હી: આપણે રોજીંદા જીવનના અનેક કામકાજ પૂર્ણ કરવા માટે સ્માર્ટફોનનો અનેકવાર ઉપયોગ કરતા હોય છે પરંતુ ફોટો અને વીડિયો શેરિંગને કારણે ફોન પર હજારો ફોટો અને વીડિયો સ્ટોરેજને કારણે ભરાઇ જાય છે. આપણે ગમે તેટલો વધારે સ્પેસ ધરાવતો સ્માર્ટફોન ખરીદીએ તો પણ સ્ટોરેજ ઓછું જ પડે છે. આજે અમે આપને સ્ટોરેજ ખાલી રાખવા માટેની કેટલીક ટિપ્સથી માહિતગાર કરીશું.
તમારે કઇ એપ કેટલુ સ્ટોરેજ રોકે છે તે જોવા માટે તમારે પ્રોફાઇલમાં જઇને મેનેજ એપ્સમાં જવાનું રહેશે અને ત્યાં તમારા ડિવાઇસ પર ક્લિક કરો, એકવાર ફરી જ્યારે તમે સ્ટોરેજ સેક્શન પર ક્લિક કરો, તો તમે જોઇ શકશો કે કઇ એપ્લિકેશન તમારા ફોન પર કેટલી જગ્યા લે છે. તમે ઉપયોગ કરતા નથી તે એપ્લિકેશનો દૂર કરો. જે એપ્સ ભાગ્યે જ યૂઝ કરો છો તે પણ હટાવી દો.
વોટ્સએપને રાખો ક્લીન
વોટ્સએપ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ છે. જો કે સમયાંતરે તેમાં નકામા ફોટો, વધારાના વીડિયો, ઓડિયો ભરાઇ જાય છે જેને કારણે વોટ્સએપ ફૂલ થઇ જાય છે. તે ઘણી બધી સ્ટોરેજ સ્પેસ લે છે. તમે ઇમેજ અને અન્ય મીડિયાને ડિલીટ કરવા માટે વોટ્સએપ સ્ટોરેજ મેનેજરનો ઉપયોગ કરી શકો છો.
તમારા સ્માર્ટફોન પર ‘Google Files’ એપ ખોલો. તમે જોશો કે એપ્લિકેશન્સની ટોચ પર ટૅગ્સ, વીડિઓઝ, તસ્વીરોનું લીસ્ટ છે. ડાબી બાજુ સ્વાઈપ કરો જ્યાં સુધી તમને ‘Large Files’ ઓપ્શન જોવા ન મળે. એકવાર તમે તેના પર ટેપ કરશો, તો તમને તમારા ફોન પરની બધી મોટી ફાઇલો જોવા મળશે. તમે તેમા હવે પસંદ કરી શકશો જેની જરૂર નથી તે પસંદ કરી અને દૂર કરી શકો છો.
તમારે ફક્ત સેટિંગ્સમાં જઈને સ્ટોરેજ અને ડેટા પર ક્લિક કરવાનું છે. પછી પ્રોગ્રામ ખોલ્યા બાદ, મેનેજ સ્ટોરેજ પર ક્લિક કરો. અહીં તમને 5MB થી મોટી બધી ફાઇલો મળશે. તમારા ફોન પર વધારાનું સ્ટોરેજ મેળવવા માટે બધી બિનજરૂરી ફાઇલો પર ટેપ કરો અને તેને એક જ વારમાં કાઢી શકશો.
તે ઉપરાંત તમે ગૂગલ ફોટોઝનો પણ ઉપયોગ કરી શકો છો. તેથી ગૂગલ ફોટોઝમાં તમારા બધા ફોટો લઇ લો અને ફોટોનું બેક અપ લઇ લો. આ બાદ તમે તમારી ગેલેરીમાંથી પણ બધા ફોટો ડિલીટ કરીને વધુ સ્પેસ મેળવી શકો છો.
તે ઉપરાંત એપ્સની Cache સાફ કરવાથી પણ વધારે સ્ટોરેજ સ્પેસ મળી રહેશે. આ માટે તમારે ફોનમાં સેટિંગમાં જઇને એપ્સ પસંદ કરવાની રહેશે. આ પછી, એપ ખોલો જેની Cache તમે ડિલીટ કરવા માંગો છો. તેના પર ક્લિક કરો અને Clear Cache કરો.