Site icon Revoi.in

આઇટી વર્કરે ભૂલમાં હાર્ડ ડ્રાઇવ કચરામાં ફેંકી દીધી, તેમાં 3400 કરોડ રૂપિયાના બિટકોઇન હતા સ્ટોર

Social Share

નવી દિલ્હી: અત્યારે એક બિટકોઇનની કિંમત 30 લાખથી પણ વધુ છે ત્યારે જે લોકો પાસે અનેક બિટકોઇન છે તે દરેક કરોડપતિ તો છે જ. જો કે ક્યારેક નસીબમાં ના હોય તો નથી મળતું. એક આઇટી વર્કર સાથે તેની કિસ્મત ખેલ ખેલી ગઇ છે. અમેરિકાના એક આઇટી એન્જિનિયર જેમ્સ હોવેલ્સે ભૂલમાં પોતાની હાર્ડ ડ્રાઇવ કચરામાં ફેંકી દીધી હતી. જેમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇન સ્ટોર કરેલા હતા. આજે આ બિટકોઇનની કિંમત 3400 કરોડ રૂપિયા થવા જાય છે.

જેમ્સ હવે પોતાનું નસીબ બદલવા માટે આ હાર્ડ ડ્રાઇવ શોધવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યો છે અને આ માટે તેણે અમેરિકી અવકાશ સંસ્થા નાસાની પણ મદદ લીધી છે. સૌથી મોટો પડકાર કચરાના ઢગલામાંથી હાર્ડ ડ્રાઇવ શોધવાનો છે. આ માટે ન્યૂપોર્ટ શહેરનું તંત્ર મંજૂરી આપી રહ્યું  નથી. જેમ્સે એવી પણ વાત કહી છે કે, જો તેને હાર્ડ ડ્રાઇવ મળે તો બિટકોઇનના મૂલ્યના 25 ટકા શહેરના કોવિડ ફંડમાં આપી દેશે.

જો કે જેમ્સની ફંડ આપવાની તૈયારી છતાં અધિકારીઓને ટસના મસ થવા તૈયાર નથી. જેમ્સે એક કંપનીની પણ મદદ લીધી છે. ડેટા રિકવરી ફર્ 2003માં પૃથ્વી પર પડેલા અંતરિક્ષ યાન કોલંબિયાથી બળી ગયેલી અને બરબાદ થયેલી હાર્ડ ડ્રાઇવમાંથી ડેટા રિકવર કરવામાં સફળતા હાંસલ કરી હતી.

નોંધનીય છે કે, આ ફર્મનુ માનવુ છે કે, જો કચરામાં ફેંકી દેવાયેલી હાર્ડ ડ્રાઈવ તુટી નહીં હોય તો ડેટા રિકવરીના 80 થી 90 ટકા ચાન્સ છે અને બિટ કોઈન પાછા મેળવી શકાશે.