- ભૂલથી પણ નહીં યૂઝ કરતા આ વોટ્સએપ જેવી એપ
- જો આ વોટ્સએપ યૂઝ કરશો તો અધિકૃત વોટ્સએપ પર લાગી જશે પ્રતિબંધ
- જીબી વોટ્સએપ અને વોટ્સએપ પ્લસનો ઉપયોગ ટાળવો
નવી દિલ્હી: આપણા રોજિંદા અનેક કાર્યો પાર પાડવા માટે આપણે વોટ્સએપનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ એક એવી પણ એપ છે જેનો ઉપયોગ તમારા વોટ્સએપને કાયમી માટે બંધ કરી શકે છે. તમારું એકાઉન્ટ હંમેશા માટે બેન થઇ શકે છે. વોટ્સએપ યૂઝર્સને અનેક ફીચર્સ પ્રદાન કરે છે પરંતુ અમુક ખાસ ફીચર્સને કારણે લોકો વોટ્સએપ સિવાય અન્ય એક એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ફીચર્સમાં ઑટો-રિપ્લાય, શેડ્યુલિંગ ચેટ અને અન્ય ણ કેટલાક ફીચર્સ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર કેટલાક ડેવલપર્સે ફેન્સી ફીચર્સનો ઉપયોગ કરીને એક એપ બનાવી છે જેમાં યૂઝર્સ પોતાની વોટ્સએપ ચેટને ટ્રાન્સફર કરી શકે છે. જો કે આ વોટ્સએપનું અનધિકૃત વર્ઝન છે. આ એપ વોટ્સએપ જેવી જ દેખાય છે પરંતુ તેમા કેટલાક એ ફીચર્સ છે જે વોટ્સએપમાં નથી. અમે જીબી વોટ્સએપ અને વોટ્સએપ પ્લસની વાત કરી રહ્યા છીએ.
GB વોટ્સએપ એ એક ઓલ્ટરનેટ અથવા તો વોટ્સએપનું મોડિફાઇડ વર્ઝન છે. તે વોટ્સએપ કરતા બિલકુલ અલગ છે અને તમે એપીકે રૂપમાં તેને ડાઉનલોડ કરી શકો છો કારણ કે તે ગુગલ પ્લે અથવા તો એપલ સ્ટોર પર નથી. તેને થર્ડ પાર્ટી ડેવલપર્સે બનાવી છે. તેવામાં આ એપનું વોટ્સએપ સાથે કોઇ કનેક્શન નથી. જણાવી દઇએ કે જીબી વોટ્સએપ ઓરિજીનલનું કોઇ નકલી વર્ઝન નથી અને તે કોઇ નવી એપ પણ નથી.
આ એપમાં આપવામાં આવેલા કેટલાક ફીચર્સને કારણે યૂઝર્સે આ એપને ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું હતું. જો કે વોટ્સએપ સમયાંતરે યૂઝર્સને ચેતવણી આપી રહ્યું છે કે, જેનાથી લોકો આ એપથી દૂર રહે. વર્ષ 2019માં વોટ્સએપે એવા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો જે જીબી વોટ્સએપ યૂઝ કરી રહ્યા હતા. યૂઝર્સને એવી પણ ચેતવણી અપાઇ હતી કે જો તેઓ આ એપનો ઉપયોગ કરશે તો તેમના એકાઉન્ટને ડિલીટ કરી દેવામાં આવશે.