નવી દિલ્હી: વિશ્વભરમાં ગૂગલ એ સૌથી લોકપ્રિય અને પ્રચલિત સર્ચ એન્જિન છે અને ગૂગલ આજે ઇન્ટરનેટના યુગમાં મોટા ભાગની સર્વિસ પર પોતાનું વર્ચસ્વ ધરાવે છે. ગૂગલની મેઇલ સેવા સૌથી વધુ લોકપ્રિય છે. વિશ્વના મોટા ભાગના લોકો આજે મેઇલ સેન્ડ કરવા માટે ગૂગલના Gmailનો ઉપયોગ કરે છે. વર્ષ 2021ની શરૂઆતમાં ગૂગલની ઇ-મેઇલ સેવાના વિશ્વભરમાં 1.5 અબજ એક્ટિવ યૂઝર્સ હતા. જીમેઇલ પ્લેટફોર્મ પર સમયાંતરે નવા ફીચર્સ એડ કરવામાં આવતા હોય છે. આજે અમે તમને જીમેઇલના કેટલાક ફીચર્સથી માહિતગાર કરીશું.
તમે જી-મેઇલના બહેતર ફીચર એવા ઑટો-એડવાન્સ ફીચરને એનેબલ કરી શકો છો. જેના માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.
સૌથી પહેલા જીમેઇલના સેટિંગમાં જાઓ. ત્યારબાદ ત્યાં એડવાન્સ ઑપ્શન પર ક્લિક કરો અને સેવ ચેન્જીસ દબાવો.
જો Gmail તેના યૂઝર્સને એક્સ્ટેન્ડ સર્ચનો વિકલ્પ ન આપે, તો તે અધૂરું ગણાશે. એક્સ્ટેન્ડ સર્ચ એક્સેસ કરવા માટે સર્ચ બારની જમણી બાજુના સેટિંગ્સ આઈકોન પર ક્લિક કરો, જ્યાં તમને આ ઓપ્શન મળશે.
જીમેઇલના રેગ્યુલેર ફીચર તરીકે તમે જીમેઇલ પર ડિફોલ્ટ તરીકે માત્ર 25 MB સુધીના જ અટેચમેન્ટ મોકલી શકો છો. પરંતુ જો તમે તેનાથી વધુ મેમરીની ફાઇલ મોકલવા માંગતા હોવ તો ગૂગલ ડ્રાઇવ તમારા માટે બેસ્ટ રહેશે. આ માટે તમારે જે ફાઇલ મોકલવાની છે તે ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કરવાની રહેશે અને પછી મેઇલ કમ્પોઝમાં જઇને ડ્રાઇવ આઇકોન પર ક્લિક કરીને તમે ફાઇલને અટેચ કરીને તેને સેન્ડ કરી શકશો.
તમે ક્યારેક કેટલાક મહત્વના ઇમેઇલને કેટલાક ચોક્કસ સમયે જ મોકલવા માંગતા હોવ તો તેના માટે પણ જી-મેઇલ તમને સુવિધા પૂરી પાડે છે. તે માટે તમે ઇ-મેઇલ શેડ્યુલિંગ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. આ માટે એક ઇ-મેઇલ લખો અને ડાઉન-એરો પર ટેપ કરો અને શેડ્યૂલ સેન્ડ ઑપ્શન પસંદ કરો. હવે પ્રીસેટ ઓપ્શનમાંથી તારીખ અને સમય પસંદ કરો અથવા પીક ડેટ એન્ડ ટાઇમ ઓપ્શન પર ક્લિક કરીને જરૂરી દિવસ અને સમય પસંદ કરો.
તમે ઇ-મેઇલ પર રાઇટ ક્લિક કરીને અને એડ ટુ ટાસ્ક ઑપ્શન પસંદ કરીને જીમેઇલથી ટાસ્ટ બનાવી શકો છો.
નોંધનીય છે કે, જો તમારું ઇન્ટરનેટ કનેક્શન કામ ન કરતું હોય તો પણ તમે Gmail વાંચી અને જવાબ આપી શકો છો. તમારે ફક્ત આ ફીચરને અનેબલ કરવાનું છે અને mail.google.comને બુકમાર્ક કરવાનું છે. આ ફીચર ફક્ત ક્રોમમાં જ કામ કરે છે. તેને અનેબલ કરવા માટે સેટિંગ્સ> ઑફલાઇન> ઑફલાઇન મેઇલ અનેબલ કરો.