- વોટ્સએપ યૂઝર્સ આનંદો
- હવે વોટ્સએપમાં ડ્રોઇંગ ટૂલ ઉમેરાશે
- તે ઉપરાંત પેન્સિલ ટૂલ પણ આવશે
નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને કંઇક નવું અને રસપ્રદ આપવાની દિશામાં હરહંમેશ પ્રયાસરત રહે છે. હવે વોટ્સએપમાં કેટલાક કમાલના ફીચર્સ જોવા મળી શકે છે. એન્ડ્રોઇડ યૂઝર્સને હવે એપ પર નવું ડ્રોઇંગ ટૂલ તેમજ પેન્સિલ ટૂલ મળી શકે છે. તે ઉપરાંત વોટ્સએપ ડેસ્કટોપ એપ પર એક નવો ચેટ બબલ કલર ઓપ્શન ઉપલબ્ધ થવા જઇ રહ્યો છે. તે ઉપરાંત, ડેસ્કટોપ પર નવો ઘેરો વાદળી રંગ ઉપલબ્ધ થશે, જે ફક્ત ડાર્ક થીમ પર જ દેખાશે.
વોટ્સએપ યૂઝર્સને ટૂંક સમયમાં નવું ડ્રોઇંગ ટૂલ મળે તેવું WABetaInfoએ રિપોર્ટમાં જણાવ્યું છે. મેટાની એપ ભાવિની અપડેટમાં ઇમેજ અને વીડિયો માટે એક નવું પેન્સિલ ટૂલ એડ કરવાની યોજના ધરાવે છે.
અહેવાલો પ્રમાણે, વોટ્સએપ ફોટો બ્લર ટૂલ પર કામ કરી રહ્યું છે, જે ભવિષ્યના અપડેટમાં ઉમેરાશે. આ ફીચર વોટ્સએપ બીટાના એન્ડ્રોઇડ 2.22.3.5 અપડેટમાં જોવામાં આવ્યું છે. જો કે, આ સુવિધા ડિફોલ્ટ રૂપે ડિસેબલ પણ રહે છે.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ તેના વિન્ડોઝ અને મેકઓએસ (MacOS)યુઝર્સને નવો કલર ઓપ્શન ઓફર કરી શકે છે. આ ફીચર WhatsApp બીટા ડેસ્કટોપ 2.2201.2.0 અપડેટમાં જોવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, નવી કલર સ્કીમ ડાર્ક થીમમાં જોવા મળશે. ત્યારે ચેટ બબલ પહેલા કરતા વધુ લીલો દેખાશે. આ સાથે એપમાં અન્ય ઘણા કલર ચેન્જ પણ જોવા મળશે.
તે ઉપરાંત વોટ્સએપ iOS પર એક નવું નોટિફિકેશન સેટિંગ જોવા મળશે, જેની મદદથી યૂઝર્સ નક્કી કરી શકશે કે તેમને કઇ નોટિફિકેશન જોઇએ છે અને કઇ નહીં. આ ફીચર વ્યક્તિગત અને ગ્રૂપ ચેટ બંને માટે ઉપલબ્ધ રહેશે.
ઉપરાંત, ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મની બીજી વિશેષતા જોવામાં આવી છે. આ ફીચર જણાવશે કે તમારો મેસેજ કોણે લાઈક કર્યો છે અને કયા ઈમોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.