એમેઝોનના માલિક જેફ બેઝોસને નથી થવું ઘરડુ, વૃદ્વત્વને રોકી શકે તેવા સંશોધનમાં કર્યું રોકાણ
- હવે એમેઝોનના માલિક જેફ બેઝોસે રિવર્સ એજિંગ સંશોધનમાં કર્યું રોકાણ
- જેફ બેઝોસને હવે ઘરડા નથી થવું એટલે તેમાં કર્યું રોકાણ
- યુનિટી બાયોટેક્નોલોજી નામની કંપની વૃદ્વાવસ્થાને સમાપ્ત કરવા પર સંશોધન કરી રહી છે
નવી દિલ્હી: કોઇ વ્યક્તિ ભાગ્યે જ એવું ઇચ્છતું હશે કે તે વૃદ્વ થાય. આ જ કારણોસર કેટલીક કંપનીઓ આ પ્રકારના સંશોધનમાં વ્યસ્ત છે. પણ તમને કદાચ એ નહીં ખબર હોય કે ઇ-કોમર્સ કંપનીના દિગ્ગજ જેફ બેઝોસે પણ આ પ્રકારના સંશોધન પર રોકાણ કર્યુ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, યુનિટી બાયોટેક્નોલોજી નામની કંપની વૃદ્વાવસ્થાને સમાપ્ત કરવા પર સંશોધન કરી રહી છે અને એમેઝોનના માલિકે આ સંશોધન પર નાણાં રોક્યા છે. કંપની રિવર્સ એજિંગ પર કામ કરી રહી છે, જેમાં વૃદ્વાવસ્થા સાથે માનવ શરીરમાં આવતી બીમારીઓ દૂર થશે.
રિપોર્ટ અનુસાર જેફ બેઝોસે યુનિટી બાયોટેક્નોલોજીના સંશોધનમાં આ પૈસાનું રોકાણ કર્યું છે, જેથી કંપની જલ્દીથી આવી ટેક્નોલોજી વિક્સિત કરી શકે, જેથી વૃદ્વાવસ્થામાં રોગોને કારણે થતા મૃત્યુને અટકાવી શકાય. જેમ આપણે ઉલ્લેખ કર્યો છે, આ પ્રક્રિયા રિવર્સ એજિંગ કહેવામાં આવે છે. એમેઝોન માલિક હાલમાં 200 અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે. બેઝોસને આશા છે કે લોકો વિપરીત વૃદ્વત્વ દ્વારા અમર બની શકે છે.
યુનિટી બાયોટેક્નોલોજી અનુસાર તે રિવર્સ એજિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જાહેરાત બાદ કંપનીએ અલ્ટોસ લેબની પણ સ્થાપના કરી. માત્ર બેઝોસ જ નહીં, પરંતુ ઘણા મોટા ઉદ્યોગપતિઓ આ સ્ટાર્ટ અપમાં રોકાણ કર્યું છે, જેમાં રશિયન કરોડપતિ યુરી મિલનર અને તેની પત્ની જુલિયાનો પણ સમાવેશ થાય છે.