Android સ્માર્ટફોન્સના યૂઝર્સ માટે ખુશખબર, હવે આ સ્માર્ટફોન્સમાં મળશે એન્ડ્રોઇડ 12
- એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે ખુશખબર
- હવે આ બધા ફોન્સમાં આવશે એન્ડ્રોઇડ 12ની અપડેટ
- હવે સેમસંગની કેટલીક ડિવાઇઝમાં Android 12 મળશે
નવી દિલ્હી: એન્ડ્રોઇડના યૂઝર્સ માટે સારા સમાચાર છે. હવે Android 12 આવી ગયું છે. જો કે અનેક સ્માર્ટફોન્સમાં હજુ તેનું અપડેટ મળ્યું નથી. ગૂગલનું એન્ડ્રોઇડ છે અને ગૂગલના પિક્સલ સ્માર્ટફોન્સ પણ છે. નવા પિક્સલમાં Android 12ની અપડેટ મળી રહી છે.
હવે સેમસંગની કેટલીક ડિવાઇઝમાં Android 12 મળશે. સેમસંગ અનુસાર Galaxy S21 સિરીઝમાં Android બેઝ્ડ OneUi 4 અપડેટ મળવાનું શરૂ કરી દીધું છે. Galaxy S21 સિરીઝ બાદ Galaxy Fold તેમજ Galaxy Flip સિરીઝમાં પણ એન્ડ્રોઇડ 12ની અપડેટ મળશે.
જો કે અનેક બીજા ફોન્સ પણ છે જેમાં તમે Android 12ની બીટા અપડેટ પણ ડાઉનલોડ કરી શકો છો. આમાં એસસ, ઓપો અને વન પ્લસ સ્માર્ટફોન સામેલ છે.
OnePlus 9, OnePlus 9 Pro માટે Android 12નું બીટા વર્ઝન આવી ચુક્યું છે. તે જ રીતે Oppo Find X3 Pro, Find X2, Find X2 Proમાં પણ Android 12નું બીટા વર્ઝન આવી ચુક્યું છે. Asus Zenfone 8 અને સેમસંગના Z Fold 3, Z Flip 3, Galaxy Note 20 અને Galaxy Note 20 Ultraમાં પણ Android 12નું બીટા વર્ઝન ડાઉનલોડ કરી શકાશે.
મહત્વનું છે કે, OnePlusએ પોતાના તે સ્માર્ટફોનની લીસ્ટ પણ જાહેર કરી છે જેમાં Android 12 આપવામાં આવશે. જો કે તે નથી જણાવ્યું કે ક્યારે આ અપડેટ આપવામાં આવશે. આ સ્માર્ટફોન્સમાં OnePlus 9R, OnePlus 8 Series, OnePlus 7 Series, OnePlus Nord, OnePlus Nord 2, OnePlus Nord CE સામેલ છે.