Site icon Revoi.in

યૂઝર્સની ગોપનીયતા ખતરામાં: 14 એપ્સથી યૂઝર્સના ડેટા લીકનો ખતરો વધ્યો

Social Share

નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પર હજારો એપ્સ ઉપલબ્ધ છે જો કે તેમાંથી કેટલીક એપ્સ તમારી જાસૂસી કરતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

વાત એમ છે કે, પ્લે સ્ટોર પર એક ડઝન કરતા વધારે એન્ડ્રોઇડ એપ્સ મળી છે જે ગૂગલ પ્લે સ્ટોર પર 140 મિલિયનથી વધારે વાર ડાઉનલોડ થયા છે. જે યૂઝર્સના ડેટા લીક કરી રહ્યાં છે. એવી 14 એપ્સને 142.5 મિલિયન વાર ડાઉનલોડ કરાઇ છે. જે ગૂગલના સ્વામિત્વવાળા ફાયરબેસ પ્લેટફોર્મ પર ખોટી રીતે કન્ફીગર કરવામાં આવ્યા હતા. એન્ડ્રોઇડ એપની બનાવટ માટે આ ટૂલનો વપરાશ થાય છે પરંતુ જો અયોગ્ય કન્ફીગરેશન થાય તો તેનાથી ગંભીર ખતરો નોતરી શકે છે.

ફાયરબેસ ક્ષતિને કારણે વાંધાજનક એપ્સ યૂઝર્સ ડેટા જેમ કે ઇમેલ, યૂઝર્સ નામ, એક એન્ડ્રોઇડ ઑનરના રિયલ ને અને ઘણુ બધુ લીક કરી શકે છે.

આ ડેટા લીક અંગે ટેકનિકલ દિગ્ગજોને સચેત કર્યા હતા પરંતુ તેમની શોધને પ્રકાશિત કરતા સમય સુધી એન્ડ્રોઇડ મેકર અને પ્લે સ્ટોર ઑપરેટરે કોઇ જવાબ નહોંતો આપ્યો. જેથી આ 14 એન્ડ્રોઇડ એપમાંથી 9 હજુ પણ ડેટા લીક કરી શકે છે. તેનાથી 30 મિલિયનથી વધારે યૂઝર્સ પ્રભાવિત થઇ શકે છે.

આ જે એપ્સ છે જે યૂઝર્સ ડેટા લીક કરી શકે છે તેમાં યુનિવર્સલ ટીવી રિમોટ કંટ્રોલ હતા. જે 100 મિલિયનથી વધુ એન્ડ્રોઇડ ડિવાઇઝ પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. નેક્સ સૌથી લોકપ્રિય એપ ફાઇન્ડ માઇ કિડ્સ, ચાઇલ્ડ જીપીએસ વોચ એપ જેવી એપ્સ છે.