- ગૂગલને ઓસ્ટ્રિયામાં લાગ્યો ઝટકો
- ઓસ્ટ્રિયામાં હવે ગૂગલ એનાલિટિક્સ ગેરકાયદેસર
- ગગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે: ઓસ્ટ્રિયા કોર્ટ
નવી દિલ્હી: યુરોપમાં ગૂગલની મુશ્કેલી વધી છે અને તેને મોટો ઝટકો લાગ્યો છે. એક કેસની સુનાવણીમાં ઓસ્ટ્રિયા કોર્ટનું માનવું છે કે ગૂગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે. ઓસ્ટ્રિયામાં ગૂગલ એનાલિટિક્સ ગેરકાયદે જાહેર કરી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન છે. વર્ષ 2018માં લાગુ થયેલા જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન અનુસાર યુરોપના નાગરિકોને પોતાના અંગત ડેટાનો વધુ કંટ્રોલ આપવામાં આવ્યો છે. ઑનલાઇન અને ઑફલાઇન બંને સ્થાનો આ અંકુશ છે.
વર્ષ 2020માં કોર્ટ ઑફ જસ્ટિસ ઑફ ધ યુરોપીયન પોલિસીએ એક નિર્ણય સંભળાવ્યો હતો. જે મુજબ અમેરિકન વેબસાઈટ પ્રોવાઈડર્સ દ્વારા યુઝર્સને પર્સનલ ડેટા ઓથોરિટીઝ શેર કરવો GDPRની વિરુદ્ધ છે. જો કે, વર્ષ 2020 પહેલા પ્રાઈવસી શીલ્ડ નામનો એક કાયદો હતો, જે હેઠળ યુરોપીયન ડેટાને અમેરિકા ટ્રાન્સફર કરી શકાતો હતો.
16 જુલાઈ 2020ના રોજ CJEU એ આ કાયદાને અમાન્ય કર્યો. ત્યારબાદથી અમેરિકન વેબસાઈટ્સને GDPR હેઠળ કામ કરવાનુ હોય છે. 2020માં આવેલા CJEUના નિર્ણય બાદ પણ ઘણા સર્વિસ પ્રોવાઈડર્સ યુઝર્સનો અંગત ડેટા અમેરિકા મોકલી રહ્યા હતા. જેમાં ગૂગલ એનાલિટિક્સ પણ સામેલ છે.