Site icon Revoi.in

જો તમે પણ એક કરતાં વધુ સીમ રાખો છો તો ચેતી જજો, ટેલિકોમ વિભાગ નિયમો જાહેર કર્યા

Social Share

નવી દિલ્હી: જો તમે પણ એકથી વધુ સીમકાર્ડ ધરાવતા હોય તો હવે ચેતી જજો અન્યથા તમારી વિરુદ્વ કાર્યવાહી થઇ શકે છે. ટેલિકોમ વિભાગે 9 થી વધુ સીમકાર્ડ રાખનારા ગ્રાહકોને ફરીથી વેરિફાઇ કરવા તેમજ વેરિફાઇ ના હોયો તો બંધ કરવાના નિર્દેશ આપ્યા છે.

ટેલિકોમ વિભાગના આદેશ અનુસાર, ગ્રાહકોની પાસે પરવાનગીથી વધુ સીમકાર્ડ મળી આવવાની સ્થિતિમાં પોતાની મરજીથી સિમ ચાલુ રાખવા અને બાકીનાને બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. વિભાગે સૂચના જાહેર કરી છે કે, વિભાગ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ દરમિયાન જો કોઇ ગ્રાહકની પાસે ટેલિકોમ કંપનીના સીમ કાર્ડ નિર્ધારિત સંખ્યા કરતા વધુ મળી આવે તો, તો તેની ફરીથી તપાસ કરાશે.

આર્થિક છેતરપિંડી, વાંધાજનક કોલ, ઑટોમોટિક કંપની, ફ્રોડ જેવી ગેરકાયદે ગતિવિધિઓની ઘટનાઓની તપાસ માટે ટેલિકોમ વિભાગે આ પગલું ભર્યું છે.

નોંધનીય છે કે, વિભાગે ટેલિકોમ કંપનીઓને એ તમામ મોબાઈલ નંબરને ડેટાબેઝમાંથી હટાવવા માટે કહ્યું છે, જે નિયમ અનુસાર ઉપયોગમાં નથી. જેથી કરીને ફ્રોડ, વાંધાજનક કોલ જેવી ગતિવિધિઓને અટકાવી શકાય.