Site icon Revoi.in

હવે વેક્સિન માટે ડૉક્ટરની પણ જરૂર નહીં રહે, રોબોટ લગાડશે વેક્સિન

Social Share

નવી દિલ્હી: જ્યારે કોઇપણ વ્યક્તિને તેને વેક્સિન આપવાની છે તેવી વાત કરવામાં આવે ત્યારે તેઓ ડરે છે અને તેનું નામ સાંભળીને જ ચક્કર આવવા લાગે છે. આ લોકોને વેક્સિન આપવામાં નર્સ તેમજ ડૉક્ટર પણ ડરતા હોય છે. આ વચ્ચે હવે એક મધ્ય માર્ગ નીકળ્યો છે. કેનેડાના એક સ્ટાર્ટ અપે એક એવો રોબોટ તૈયાર કર્યો છે જે ખૂબ જ સરળતાપૂર્વક વેક્સિનેશનનું કામ કરે છે. રોબોટ આ માટે ઇન્જેક્શનનો પણ ઉપયોગ નહીં કરે.

કેનેડાના સ્ટાર્ટઅપે રોબોટનું નામ Cobi રાખ્યું છે. તે વેક્સિન આપતા સમયે દર્દીના શરીરનો એક મેપ બનાવી લે છે અને પછી જાતે જ ઇન્જેક્શન લગાવવાની યોગ્ય જગ્યા નક્કી કરી લે છે. તે સોયને બદલે હાઇ પ્રેશર જેટના માધ્યમથી દવાને માણસના શરીરને પહોંચાડે છે. રોબોટનું પ્રથમ ટ્રાયલ સફળ રહ્યું છે.

કેનેડાના ઓન્ટારિયોની વોટરલૂ યુનિ.માં કોબી રોબોટ નિર્માણ કરાયો છે. કોબી હાઇ પ્રેશર જેટના માધ્યમથી સીરમને ત્વચાના રોમછિદ્રમાંથી અંદર પહોંચાડી દે છે. ઓટોમેટિક વાહનોમાં મેપિંગ માટે જે ટેક્નોલોજી વપરાય છે તે LiDAR સેન્સરનો ઉપયોગ કરીને કોબી દર્દીના શરીરનો મેપ બનાવે છે અને પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બેઝ્ડ સોફ્ટવેર એ નક્કી કરે છે કે ઇન્જેક્શન ક્યાં આપવાનું છે.

અહીંયા વેક્સિનેશન પ્રોસેસ વિશે વાત કરીએ તો સૌથી પહેલા વેક્સિનેશન માટે રજીસ્ટર કર્યા બાદ રસીકરણ માટે ક્લિનિક પહોંચવું પડશે. ત્યારબાદ કેમેરાની સામે આઇડી બતાવીને કન્ફર્મેશન લેવાનું રહેશે. રોબોટમાં હાજર 3D સેન્સટર દર્દીની ઉપસ્થિતની ઓળખ કરશે. આ પછી, કોબીના રોબોટિક હાથ વેક્સિનને લેશે અને સેન્સર દ્વારા મેપ તૈયાર કરશે. આ પછી દર્દીને વેક્સિનેટ કરાશે.