- વોટ્સએપથી પણ બેંક બેલેન્સ ચેક કરી શકો છો
- તે માટે તમારે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે
- મોબાઇલમાં જ બેલેન્સ જોઇ શકાશે
નવી દિલ્હી: વિશ્વભરના 2 અબજથી વધુ લોકો મેસેજિંગ સેવાને એક્સેસ કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. આજે મોટા ભાગના કામકાજ માટે વોટ્સએપનો ઉપયોગ થાય છે. પેમેન્ટ, ચેટ, વીડિયો અને ઓડિયો કોલિંગ, ફાઇલ ટ્રાન્સફર, ફોટો મોકલવા સહિતના કામકાજ માટે વોટ્સએપનો મોટા પાયે વપરાશ થાય છે. વોટ્સએપ યૂઝર્સને સમયાંતરે નવા ફીચર્સ આપતું રહે છે.
વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ લોંચ કરીને યૂઝર્સને અનુભવને વધુ યાદગાર બનાવતું રહે છે.
તાજેતરમાં જ વોટ્સએપએ તેના પ્લેટફોર્મ પર પેમેન્ટનું ફીચર લોંચ કર્યું છે. આની મદદથી યૂઝર્સ UPI દ્વારા કોઇપણ વ્યક્તિના ખાતામાં સરળતાપૂર્વક પૈસા ટ્રાન્સફર કરી શકે છે. હવે તમે વોટ્સએપ દ્વારા તમારા ખાતાનું બેલેન્સ પણ ચેક કરી શકો છો.
આ રીતે વોટ્સએપથી બેંક એકાઉન્ટ ચેક કરો
- સૌ પ્રથમ તો તમારા ફોનમાં વોટ્સએપ ખોલો
- ત્યારબાદ ટોચના મેનૂ પરનું બટન પસંદ કરો
- હવે તમારી સ્ક્રીન પર અનેક વિકલ્પો ખુલશે
- અહીં તમારે પેમેન્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે
- હવે તમારે વોટ્સએપ સાથે તમારું બેંક એકાઉન્ટ એડ કરવાનું રહેશે
- વોટ્સએપ પર બેંક એકાઉન્ટ એડ કર્યા બાદ તમારે પેમેન્ટ સેક્શનમાં જવું પડશે
- અહીં સ્ક્રીન પર તમારી પાસે તમારી બેંક દેખાશે, તેના પર ક્લિક કરો
- આ પછી, ડિસ્પ્લે પર ઘણા વિકલ્પો બતાવવામાં આવશે
- અહીંયા તમારે વ્યૂ એકાઉન્ટ બેલેન્સનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
- હવે તમને તમારા પિન UPI પિન વિશે પૂછવામાં આવશે
- UPI પિન દાખલ કર્યા બાદ, તમે વોટ્સએપ દ્વારા સરળતાપૂર્વક તમારું બેંક બેલેન્સ ચેક કરી શકશો