Site icon Revoi.in

Google Chrome કરો છો યૂઝ? તો આ સેટિંગ્સ ફોલો કરીને પ્રાઇવસી સુરક્ષિત કરો

Social Share

નવી દિલ્હી: મોટા ભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, સફારી જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ આ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય તો તમારે કેટલાક સેટિંગ્સ ચેન્જ કરવા પડશે. ઑનલાઇન બ્રાઉઝિંગ વખતે તમને કોઇ સમસ્યા ના નડે તે માટે તમારે કેટલાક સેટિંગ્સ ચેન્જ કરવા પડશે. પ્રાઇવસી માટે તમારે કેટલાક ફેરફાર કરવા પડશે.

ગૂગલ ક્રોમ તેમજ ફાયરફોક્સ જેવા બ્રાઉઝરો પર પ્રાઇવસી એક ચિંતાનો વિષય બની છે. તમે ઇન્ટરનેટ એક્સેસ વખતે પોપ અપ થતી જાહેરાતો બંધ નહીં કરી શકો પરંતુ એવા નવા અપડેટ્સ છે જે તમારી પ્રાઇવસીને જાળવી રાખવામાં મદદરૂપ થશે. પરંતુ યૂઝર્સે તે ઇન્સ્ટોલ કરવી પડશે.

જો તમે ગૂગલ ક્રોમ યૂઝર્સ છો તો તમને ખબર હોવી જોઈએ કે બ્રાઉઝરને દુનિયાના સૌથી ઓછા પ્રાઈવેટ બ્રાઉઝરમાંથી એક માનવામાં આવે છે ગુગલે ઈન્ડિપેન્ડેન્ટ ડેવલપર્સને પ્રાઈવેસી-ફોકસ્ડ એક્સટેંશન લાગૂ કરવાની અનુમતિ આપી છે. જો તમે ક્રોમ પર વધારે પ્રાઈવેસી રાખવા માગો છો તે આટલું કરો.

1.Google ક્રોમ વેબ સ્ટોરમાં ઓપન કરો
2.જ્યાં એક્સટેંશન પર ક્લિક કરો અને સર્ચ બારમાં એ એક્સટેંશનનું નામ લખો જેને તમે શોધી રહ્યા છે
3.તમને જ્યારે તમને જોઈએ છે તે એક્સટેંશન મળી જાય તો ત્યાં Add to Chrome પર ક્લિક કરો
4. એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાં જણાવ્યું હશે કે, તમારા બ્રાઉઝર માટે એક્સટેંશન પાસે કઈ મંજૂરી હશે
5.એક્સટેંશનને પોતાના બ્રાઉઝરમાં લાવવા માટે એક્સટેંશન પર ક્લિક કરો