Site icon Revoi.in

આ પ્રકારની ફેક એપ્સથી રહો સાવધ અન્યથા એકાઉન્ટનો એક જ ઝાટકે થઇ જશે સફાયો

Social Share

નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના આ ફાસ્ટ યુગમાં સાઇબર ફ્રોડના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. હેકર્સ નવા નવા કીમિયા અજમાવીને યૂઝર્સને તેની જાળમાં ફસાવીને તેના એકાઉન્ટનો સફાયો કરી નાખતા હોય છે. સાઇબર ગઠિયાઓ પણ આધુનિક થઇ રહ્યા છે. તેઓ નવી નવી યુક્તિ અજમાવીને તમારી સાથે છેતરપિંડી કરતા હોય છે.

આ વચ્ચે સરકાર પણ લોકોને એલર્ટ રહેવા માટે કહી રહી છે અને એલર્ટ કર્યા છે કે તેઓ લોન આપવાના નામે જોવા મળતી ફેક એપ્સથી સાવધાન રહે. લોકોને સાઇબર ગુનાથી બચાવવા માટે સરકાર સમયાંતરે સાઇબર દોસ્તના ટ્વીટરના માધ્યમથી માહિતી આપતી રહી છે. સાઇબર દોસ્ત એ ગૃહ મંત્રાલયનું એક ટ્વિટર હેન્ડલ છે.

સાઇબર દોસ્ત લોકોને ફેક એપથી સચેત અને સજાગ રહેવાનું કહે છે. સાઇબર દોસ્તે સૂચના આપી છે કે, બજારમાં હયાત લોન આપતી ફેક એપથી બચવાની જરૂર છે. આવી કોઇપણ એપ યોગ્ય ખાતરી કે ચકાસણી કર્યા વગર મોબાઇલ ફોનમાં ડાઉનલોડ ના કરવી. આ પ્રકારની એપથી જોડાયેલી લિંક પર ક્લિક કરવાનું પણ ટાળવું.

તકેદારીના આ પગલાં ભરો

  1. પહેલા તો રિઝર્વ બેંકના પોર્ટલ પરથી કંપનીની પ્રામાણિકતાની ખરાઇ કરો
  2. બને તો ઓછા વ્યાજદરે લોન આપવાનું વચન કરતી કોઇપણ અજાણી એપ્સને તમારા મોબાઇલમાં પ્રવેશ ના આપો
  3. આ તમારા ગુપ્ત ડેટાનો સફાયો કરી શકે છે
  4. કોઇપણ રકમ જમા કરતા પહેલા તે વેબસાઇટ-URLની પ્રમાણિકતાની ચકાસણી કરો