- વોટ્સએપ યૂઝર્સને આપે છે અનેક સેફ્ટી ફીચર્સ
- ટૂ સ્ટેપ્સ વેરિફિકેશન, એન્ક્રિપ્ટેડ ચેટ્સ જેવા ફીચર્સ આપે છે
- તેનાથી તમારી ચેટ્સ વધુ સુરક્ષિત બને છે
નવી દિલ્હી: વોટ્સએપ એ વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વર્લ્ડ ડેટા પ્રાઇવસી ડે નિમિત્તે વોટ્સએપના કેટલાક ખાસ સેફ્ટી ફિચર્સ વિશે જણાવવામાં આવ્યું છે. ચાલો તેના વિશે જાણીએ.
ટૂ સ્ટેપ્સ વેરિફિકેશન:
આ ફીચરની મદદથી વોટ્સએપ યૂઝર્સ તેમના એકાઉન્ટને સુરક્ષિત બનાવી શકે છે. આની મદદથી તમારે છ-અંકનો પાસકોડ સેટઅપ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં, કોઇપણ વ્યક્તિ તે કોડ વિના અન્ય ઉપકરણમાં લોગ ઇન કરી નહીં શકે.
એન્ક્રિપ્ટેડ ચેટ્સ:
વોટ્સએપ પર મોકલેલા મેસેજ, ફોટોઝ, ઓડિયો અને વીડિયો કૉલ્સ કોઇપણ ત્રીજી વ્યક્તિ હેક કરી શકતી નથી. તેનું કારણ છે એન્ક્રિપ્ટેડ ચેટ્સ. કોઇ ટેકસ્ટ મેજેને ડીકોડ કરી શકતું નથી.
Disappearing messages:
આ ફીચરની મદદથી યુઝર્સ મેસેજને ડિલીટ કરવાનો સમય સેટ કરી શકે છે, જે 24 કલાકથી 90 દિવસનો હોઈ શકે છે. આ ફીચર ગ્રુપ ચેટ્સ પર પણ લાગુ પડે છે.
ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડીની મદદથી વોટ્સએપને લોક કરોઃ વોટ્સએપની એપ્લીકેશનને ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ આઈડી જેવી સુવિધાઓની મદદથી લોક કરી શકાય છે.