1. Home
  2. ગુજરાતી
  3. આજે જ તમારા ફોનમાંથી આ એપ્સ કરો ડિલીટ, નહીં તો થશે મોટું નુકસાન
આજે જ તમારા ફોનમાંથી આ એપ્સ કરો ડિલીટ, નહીં તો થશે મોટું નુકસાન

આજે જ તમારા ફોનમાંથી આ એપ્સ કરો ડિલીટ, નહીં તો થશે મોટું નુકસાન

0
Social Share
  • આ ખતરનાક એપ્સ યૂઝર્સના ડેટા ચોરે છે
  • ગૂગલે તાજેતરમાં જ આવી એપ્સ પર બેન લગાવ્યો છે
  • અહીંયા આપેલી આ ખતરનાક એપ્સ અત્યારે જ કરો ડિલીટ

નવી દિલ્હી: આજના ફાસ્ટ યુગના જમાનામાં સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે હેકિંગની સમસ્યા પણ વધી રહી છે. આજે તમારા પર્સનલ ડેટાને લીક થતા વાર નથી લાગતી. કેટલીક એપ્સ ખાસ તમારા પર્સનલ ડેટાને હેક કરવા જ બનાવવામાં આવે છે. ફોનમાં એવી ઘણી એપ્સ છે જેના પર માલવેયરનો અટેક થઇ ચૂક્યો છે. ગૂગલે હમણાં જ આવી યૂઝર્સનો ડેટા ચોરતી 9 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જો તમે પણ આ એપ્સનો ઉપયોગ કરતા હોવ તો ઝડપથી તેને ડિલીટ કરી દો.

તાજેતરમાં જ સંશોધનકર્તાઓએ નવો એન્ડ્રોઇડ ડ્રોજન ફ્લાઇટ્રેપ સ્પોર્ટ કર્યો છે. 140થી વધુ દેશના ફેસબૂક યૂઝર્સના એકાઉન્ટને હેક કરવામાં આવી રહ્યા છે.

મોબાઇલ થ્રેટ રિસર્ચ ટીમ અનુસાર, માલવેયર ગૂગસ પ્લે સ્ટોરના મેલિશિયસ એપ, થર્ડ પાર્ટી એપ સ્ટોર અને સાઇડલોડેડ એપથી ફેલાયેલું છે. આ માલવેયર ઘણી સરળ ટ્રિક પર કામ કરે છે. પહેલા તે યૂઝર્સને મેલેશિયસ એપમાં ફેસબૂક ફ્રેન્ડેશિયલથી લોગઇન કરાવે છે અને યૂઝર્સના ડેટા ચોરી લે છે.

નેટફ્લિક્સ કૂપન કોડ. ગૂગલ એજવર્લ્ડ કૂપન કોડ, બેસ્ટ ફૂટબોલ ટીમ વોટિંગ અને પ્લેયરનો ઉપયોગ કરીને આ માલવેયરને નાંખવામાં આવે છે.

આ એપ્સ ડાઉનલોડ થઈ ગયા પછી યૂઝર્સને મૂર્ખ બનાવે છે અને ઘણા પ્રકારના સવાલ કરે છે. આ દરેકનો જવાબ આપ્યા પછી યૂઝર્સને ફેસબુક લોગઈન પેજ ડાયરેક્ટ કરી દે છે જેના માટે તે વોટ આપવા માટે ફેસબુક એકાઉન્ટથી લોગઈન કરવા માટે કહે છે.

માલવેયર જાવાસ્ક્રિપ્ટ ઈંજેક્શનનો ઉપયોગ કરે છે જેના તે યૂઝર્સની ફેસબુક ID, લોકેશન, ઈમેલ એડ્રેસ અને  IP એડ્રેસનો એક્સેસ લે છે. ચોરવામાં આવેલી જાણ કોપી  Flytrap ના કંમાડ  અને કંટ્રોલ સર્વર પર ટ્રાન્સફર કરી દે છે.

Ziperium એ ગૂગલને 3 ખતરનાક એપ્સ વિશે ચેતવણી આપી છે, જો કે ગૂગલ પ્લે સ્ટોરના માધ્યમથી ફ્લાઈટ્રેપ માલવેયરને ટ્રાન્સફર કરી રહ્યા હતા. ગૂગલે ફરી રિસર્ચ અને વેરિફાઈ કરીને મેલિશિયસ એપ્સને ગૂગસ પ્લે સ્ટોરથી હટાવી લેવાઈ.

ગૂગલે ડેટા ચોરી કરતી નીચેની એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી છે

GG Voucher (com.luxcarad.cardid) – Vote European Football (com.gardenguides.plantingfree) – GG Coupon Ads (com.free_coupon.gg_free_coupon) – GG Voucher Ads (com.m_application.app_moi_6) – GG Voucher (com.free.voucher) – Chatfuel (com.ynsuper.chatfuel) – Net Coupon (com.free_coupon.net_coupon) – Net Coupon (com.movie.net_coupon) – EURO 2021 Official (com.euro2021)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code