Site icon Revoi.in

તમારા સ્માર્ટફોનની સ્ટોરેજ વધારવી છે? તો આ દમદાર એપ્સ કરો ડાઉનલોડ

Social Share

નવી દિલ્હી: આજે આપણે રોજિંદા જીવનમાં સ્માર્ટફોનનો એટલો વપરાશ કરીએ છીએ કે તેના વગર એક મિનિટ પણ ચાલતુ નથી. દિવસ દરમિયાન આપણે હજારો ફાઇલ્સ, વીડિયો, ઓડિયો, ઇમેજની પારસ્પરિક આપ-લે કરતા હોય છે જેને કારણે સ્માર્ટફોનનું સ્ટોરેજ વારંવાર ફૂલ થઇ જાય છે અને તેનાથી તમારી પરેશાની વધી જાય છે.

જો તમારા ફોનમાં પણ વારંવાર સ્ટોરેજ ફૂલ થવાની શક્યતાઓ રહેલી હોય અથવા ફૂલ થઇ જતો હોય તો અમે તમારા માટે કેટલીક એપ્સ લઇને આવ્યા છે જેનાથી તમારી મેમરી ફૂલ નહીં થાય.

ગૂગલ ફાઇલ્સ

Google LLC અનેક ફિચર્સ ધરાવે છે. આ એપથી તમે પોતાની ફોનની ઇન્ટરનલ અને એક્સટેન્ડેડ સ્ટોરેજ વિશે અલગ અલગ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. આ એપ તમને એ વાતનું પણ સૂચન આપશે કે કઇ એપ્સ અથવા ફાઇલ્સ ડિલીટ કરી શકો છો.

એવીઝી ક્લિનર

આ એપથી તમે ફોન પર કેટલા ટકા સ્પેસ ભરાઇ ગઇ છે અને GBSમાં કેટલી સ્પેસ ઉપલબ્ધ છે. તમે ઇચ્છો તો તેને એડ્સની સાથે ફ્રીમાં ઉપયોગ કરી શકો છો અન્યથા તેના પેડ વર્ઝનને પણ ખરીદી શકો છો.

ફોન માસ્ટર 
શેલ્ટ્રી ગ્રુપની આ સ્ટોરેજ એપ જંક ફાઈલ્સને ડિલિટ કરવામાં મદદ કરે છે. સાથે જ તે વોટ્સએપ ફાઈલ્સને પણ સ્કેન કરી આપે છે જેથી તમે તેના બાદ ફાઈલ્સને પોતાના હિસાબથી સિલેક્ટ કરી ડિલિટ કરી શકો.

નોર્ટન ક્લીન 
નોર્ટન લેબ્સની આ એપમાં લોગ ઈન કર્યા બાદ આ તમારી ફાઈલ્સનું એક્સેસ માંગશે અને પથી જંક ફાઈલ્સ સ્કેન કરશે. એક વખત ડિવાઈસને ક્લીન કર્યા બાદ આ એપ એક ક્લીન સ્ટ્રીક શરૂ કરી દેશે જેમાં તમારા ડિવાઈસને રેગ્યુલર ક્લીનિંગ ટ્રેક કરી શકાશે.

CCleaner
એવીઝી ક્લીનરની જેમ CCleaner એપ પણ તમને જણાવશે કે તમારા ફોન પર કેટલા ટકા સ્પેસ ભરેલી છે અને GBsમાં કેટલી સ્પેસ ઉપલબ્ધ છે. એડ્સ હટાવવા માટે તમે તેના પેડ વર્ઝનનો પણ ઉપયોગ કરી શકો છો.