આ એન્ડ્રોઇડ મેલવેયર તમારા ફેસબૂક એકાઉન્ટને કરે છે હેક, આ રીતે એકાઉન્ટ સુરક્ષિત રાખો
- સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે વાયરસ પણ વધ્યા
- હવે એન્ડ્રોઇડ મેલવેયર તમારા ફેસબૂકને એકાઉન્ટને હેક કરી શકે છે
- અહીંયા આપેલી ટિપ્સથી તમારા એકાઉન્ટને સેફ રાખો
નવી દિલ્હી: સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે વાયરસ પણ એક મોટી સમસ્યા બની રહી છે. આજના આ ટેક્નોલોજીના ઝડપી યુગમાં દરેક પળે નવા નવા વાયરસ બને છે અને તે સિસ્ટમમાં એ રીતે ઘૂસે છે કે એકાઉન્ટને મોટું નુકસાન કરે છે. હવે રિસર્ચરે એક નવું એન્ડ્રોઇડ ટ્રોઝન શોધી કાઢ્યું છે. આ એન્ડ્રોઇડ મૈલવેયર Facebook એકાઉન્ટને હાઇજેક કરે છે. આનો ઉપયોગ કરીને હેકર્સ 140થી વધુ દેશોના યૂઝર્સના ફેસબૂક એકાઉન્ટ હેક કરી રહ્યાં છે. એકાઉન્ટ હાઇકેજ કરવા માટે તે સેશન કૂકીઝની ચોરી કરી છે. માર્ચ 2021થી આ મૈલવેયર ફેલાઇ રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર આ માલવેયર સિંપલ ટ્રીકથી કામ કરે છે. તે પહેલા શિકારને ફેસબૂક ક્રેડેશિયલ્સના ઉપયોગથી લોગઇન કરાવડાવે છે અને પછી યૂઝર્સના ડેટા મેળવી લે છે. એક રિસર્ચ અનુસાર Flytrap મૈલવેયર કેટલીક ટ્રિક્સના ઉપયોગથી યૂઝર્સને તેને ડાઉનલોડ કરવા માટે મજબૂર કરે છે. તે ફ્રીમાં નેટફ્લિક્સ કૂપન કોડ, ગૂગલ એડવર્ડ્સ કૂપન કોડ અથા તો ફેવરિટ ખેલાડીને વોટ કરવા માટે કહી શકે છે.
આવી એપ ડાઉનલોડ થયા બાદ યૂઝર્સને ઘણા બધા સવાલો પુછે છે. સવાલોના જવાબ આપ્યા બાદ તેઓ યૂઝર્સને Facebook લોગીન પેજ પર લઈ જાય છે. ત્યારબાદ તે યૂઝર્સને ફેસબુક એકાઉન્ટ લોગીન કરવા કહે છે. બસ પછી શું લોગીન કર્યા બાદ તે યૂઝર્સના ક્રેડેંશિયલ ચોરી લે છે. પછી યૂઝર્સના એકાઉન્ટનો ઉપયોગ કરીને બધાને પર્સનલ મેસેજ મોકલીને Malwareને ફેલાવે છે.
આ રીતે મેલવેયરથી બચો
- કોઇપણ અજાણી વેબસાઇટથી ફેસબૂક લોગ ઇન ના કરવું
- ફેસબૂકનો પાસવર્ડ સમયાંતરે બદલતા રહો
- કોઇપણ અજાણી એપ્લિકેશનમાં લોગઇન ના કરવું
- પાસવર્ડ મજબૂત રાખો જેથી કોઇ તેને ક્રેક ના કરી શકે
- ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો
- અજાણી વેબસાઇટ દ્વારા પૂછવામાં આવેલી ખાનગી માહિતી શેર ના કરો