Site icon Revoi.in

ફેસબૂકને લઇને આવી મોટી અપડેટ, લેવાયો આ નિર્ણય

Social Share

નવી દિલ્હી: જો આગામી કેટલાક દિવસોમાં તમને ફેસબૂક નામ સાંભળવા ના મળે તો નવાઇ ના પામશો. કારણ કે આગામી કેટલાક સમયમાં કંપની તેનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. આગામી કેટલાક દિવસોમાં ફેસબૂકનું નામ બદલીને કંઇક બીજું કરી નાખવામાં આવશે. 28 ઑક્ટોબરે યોજાનારી કંપનીની વાર્ષિક ઇવેન્ટમાં આ અંગે જાહેરાત થઇ શકે છે.

એક અહેવાલ અનુસાર, ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ આગામી કેટલાક સપ્તાહમાં ફેસબૂકના નવા નામની જાહેરાત કરી શકે છે. જો કે, કંપની દ્વારા આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે આ સમાચારથી યૂઝર્સમાં નિરાશા છે. આજે ફેસબૂકના માધ્યમથી લોકો એકબીજા સાથે કનેક્ટ રહે છે.

આમ તો ફેસબૂક તરફથી નામ બદલવાને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ જે રિપોર્ટ સામે આવ્યો છે તે અનુસાર અગાઉ ફેસબૂકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે કંપનીનું ભાવિ Metaverseમાં છે અને કંપનીએ આ માટે 10 હજાલ લોકોની નિયુક્તિ કરી છે. આગામી સમયમાં લોકો કંપનીને ફેસબૂક નહીં પરંતુ મેટાવર્સ તરીકે ઓળખશે.