- ઇન્સ્ટા પર આવ્યા નવા ફીચર્સ
- રીલ્સમાં નવા ફીચર્સ એડ થયા
- તેનાથી તમારો ઇન્સ્ટા એક્સપીરિયન્સ બનશે વધુ શાનદાર
નવી દિલ્હી: ભારતમાં જ્યારથી ટિકટોક પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારબાદથી ઇન્સ્ટાગ્રામ પોતાની રિચ વધારવા માટે પોતાના જ પ્લેટફોર્મ પર ટિકટોક જેવા ફીચર્સ રૉલ આઉટ કર્યા છે. ઇન્સ્ટાગ્રામે પણ ટિકટોક જેવું ફીચર Reelsની શરૂઆત કરી હતી. હાલમાં કંપની રિલ્સમાં પણ નવા નવા દમદાર ફીચર્સ આપી રહી છે. હવે તેમાં વધુ એક ફીચર જોડવામાં આવ્યું છે.
કંપનીએ હવે રિલ્સમાં વોઇસ ઇફેક્ટ ફીચર અને ટેક્સ્ટ ટુ સ્પીચનું ફીચર એડ કરવાની જાહેરાત કરી છે. આ બંને ફીચર્સ ઓડિયો આધારિત છે. સ્પીચ ફીચર એ એક આર્ટિફિશિયલ અવાજમાં લખેલા ટેક્સ્ટને વર્ણવશે. તમે તમારા ઇન્સ્ટા ફીડમાં આ પ્રકારનો કૃત્રિમ અવાજ ઘણી વખત સાંભળ્યો પણ હશે.
બીજી તરફ ટેક્સ્ટ ટુ સ્પીચ નામના આ ફીચરની વાત કરીએ તો તેમાં યૂઝર્સને વીડિયો પોસ્ટ કરતા પહેલા વોઇસ ઓપ્શનની સુવિધા અપાશે. જ્યાં સુધી વોઇસ ઇફેક્ટનો સવાલ છે તો આ ફીચર વોઇસ ચેન્જર જેવું કહી શકાય. એવી ઘણી એપ્સ છે જે તમારા અવાજને અલગ અલગ ઇફેક્ટો આપી શકે છે. તે ઉપરાંત હવે આ ફીચરથી અવાજ પણ બદલી શકાશે.
તમારે આ દમદાર ફીચરનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તો ઇન્સ્ટા ખોલવું પડશે અને ત્યારબાદ રીલ્સ વિભાગમાં જવું પડશે. અહીં તમારે કેમેરા આઇકોન પર ટેપ કરીને ક્રિએટ રીલ્સ પર ક્લિક કરવાનું રહેશે. રીલ્સમાં વીડિયો રેકોર્ડ કર્યા પછી તમે ટેક્સ્ટ ટૂલ પર ટેપ કરો. ત્યારપછી નીચેના ડાબા ખૂણામાં ટેકસ્ટ બબલ પર ટેપ કરો અને હેમબર્ગર મેનૂ પર જાઓ અને Text to Speech વિકલ્પ પર ક્લિક કરો.
અહીં તમને બે વોઈસ ઓપ્શન મળશે જેમાંથી તમે એક પસંદ કરી શકો છો. તેવી જ રીતે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં વોઇસ ઇફેક્ટનો ઉપયોગ કરવા માટે તમારે રીલ્સ વિભાગમાં જવું પડશે. રીલ્સ વિભાગમાં ગયા પછી કેમેરા આઇકોન દ્વારા રીલ બનાવોનો વિકલ્પ પસંદ કરો. તે પછી તમે વીડિયો રેકોર્ડ કરો. તમે ગેલેરીમાંથી પણ અપલોડ કરી શકો છો. અપલોડ કર્યા પછી મ્યુઝિક નોટ આઇકોન પર ટેપ કરીને ઓડિયો મિક્સર ખોલો.
અહીંયા ગયા બાદ તમે ત્રણ ડોટ આઇકોનમાંથી જઇને ઇફેક્ટને એડ કરી શકો છો. હાલમાં તેમાં પાંચ વિકલ્પો આપવામાં આવ્યા છે.