Site icon Revoi.in

ગૂગલ ક્રોમમાં આવ્યા આ દમદાર ફીચર્સ, જે તમારા કામને બનાવશે વધુ સરળ

Social Share

નવી દિલ્હી: આપણે ઑફિસના લગભગ મોટા ભાગના કામકાજ માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. તે મલ્ટિટાસ્કિંગ ફીચર્સથી સજ્જ હોવાથી યૂઝર્સ ગૂગલ ક્રોમનો ઉપયોગ વારંવાર કરવાનું પસંદ કરતા હોય છે. હવે ગૂગલ ક્રોમમાં નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. બે કામકાજને વધુ સરળ બનાવવા માટે આપવામાં આવ્યા છે. એક ફીચર કોસ્મેટિક ફીચર છે. આ ફીચર્સ ધીરે ધીરે રોલઆઉટ કરવામાં આવી રહ્યાં છે. ગૂગલ ક્રોમના લેટેસ્ટ વર્ઝન 96.0.4664.45 પર આ ફીચર્સ જોવામાં આવ્યા છે.

હવે તમને કોઇ વેબપેજનું કોઇ કન્ટેન્ટ વધુ રસપ્રદ લાગે અને તમે તેને અન્ય લોકો સાથે શેર કરવા માંગો છો તો ગૂગલ ક્રોમના Copy link to highlights વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. આ રીતે શેર કરવામાં આવેલી લિંકને ખોલતાની સાથે જ જે તે વ્યક્તિ વેબપેજમાં એ જ જગ્યાએ પહોંચી જશે જે હિસ્સો હાઇલાઇટ કરીને શેર કરવામાં આવ્યો હતો. આ વિકલ્પનો ઉપયોગ કરતા પહેલા તે હિસ્સો હાઇલાઇટ કરવો અનિવાર્ય છે. જે બાદમાં રાઇટ ક્લિક કરીને કોપી લિંક ટૂ હાઇલાઇટ વિકલ્પની પસંદી કરવાની રહેશે.

ધારો કે, તમે કોઇ લેખ વાંચી રહ્યા છો અને કોઇ ખાસ હિસ્સાને મિત્ર સાથે શેર કરવાની ઇચ્છા ધરાવો છો. તો સૌ પ્રથમ તો તમારે જે હિસ્સો હાઇલાઇટ કરવાનો છે તે સિલેક્ટ કરવાનો રહેશે અને બાદમાં રાઇટ ક્લિક કરીને તેને શેર કરશો તો તમારો મિત્ર જ્યારે એ લિંક પર ક્લિક કરશે તો સીધો જ હાઇલાઇટ કરેલા પાર્ટ સુધી પહોંચીને તેને વાંચી શકશે.

ગૂગલ ક્રોમ પર કામ કરતી વખતે લોકો અનેકવિધ કામ માટે અનેક ટેબ્સ એક સાથે ઑપન રાખતા હોય છે. આ સમયે ફટાફટ કામ કરવા માટે ટેબ્સને શોધવાનું કામ વધુ પડકારજનક અને મુશ્કેલ બની જાય છે. હવે ગૂગલ ક્રોમ તેનું સોલ્યુશન લઇને આવ્યું છે. હવે ગૂગલ ક્રોમ Search Tab ફીચર લઇને આવ્યું છે. તમને ક્રોમ વિન્ડોમાં સૌથી ઉપરના ભાગે ડ્રોપ-ડાઉન બટન જોવા મળશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમને તમામ ટેબનું લિસ્ટ દેખાશે. અહીં તમે સર્ચ કરીને ટેબ શોધી શકશો.

હવે ગૂગલ ક્રોમના દરેક યૂઝર્સ દરેક ક્રોમ પ્રોફાઇલ માટે અલગ અલગ થીમ પસંદ કરી શકશે. આ માટે તમારે ક્રોમમાં નવી ટેબ ખોલવી પડશે અને નીચે આપેલા Customize Chrome વિકલ્પ પર જવું પડશે. અહીંથી તમે બેકગ્રાઉન્ડ કલરની પસંદગી કરી શકો છો.