1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ ક્રોમના યૂઝર્સ છો, તો આજે જ બ્રાઉઝરને કરો અપડેટ, આ છે કારણ
ગૂગલ ક્રોમના યૂઝર્સ છો, તો આજે જ બ્રાઉઝરને કરો અપડેટ, આ છે કારણ

ગૂગલ ક્રોમના યૂઝર્સ છો, તો આજે જ બ્રાઉઝરને કરો અપડેટ, આ છે કારણ

0
Social Share
  • ગૂગલ ક્રોમના યૂઝર્સ રહે સાવધાન
  • સિક્યોરિટીને લઇને જોવા મળી છે ગડબડી
  • આજે જ તમારુ ગૂગલ ક્રોમ બ્રાઉઝર અપગ્રેડ કરો

નવી દિલ્હી: હાલમાં નેટ એક્સેસ કરવા માટે સૌથી વધુ યૂઝ કરાતું કોઇ બ્રાઉઝર હોય તો તે ગૂગલ વેબ બ્રાઉઝર છે. જો કે આ બ્રાઉઝરની સિક્યોરિટીની લઇને એક સમાચાર આવ્યા છે. જેણે ચિંતા વધારી છે. તમામ યૂઝર્સને હાઇ એલર્ટ પર રહેવાની જરૂર છે. ગૂગલે સપ્તાહમાં તાત્કાલિક અપગ્રેડ વોર્નિંગ આપી છે. હાલમાં અંદાજે 2 બિલિયન યૂઝર્સ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે.

ગૂગલ ક્રોમ સિક્યોરિટીમાં ગંભીર સમસ્યાઓનો સ્વીકાર કરતા ગૂગલે યૂઝર્સને બ્રાઉઝર અપગ્રેડ કરવા માટે કહ્યું છે. સિક્યોરિટીમાં નાની-મોટી સમસ્યાઓને વાત ફેલાયા વગર જ સરખી કરી લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે ગૂગલે નવા Zero Day – exploitની વાતને સ્વીકારી છે.

આનો અર્થ થાય છે કે હૈકર્સને આ વાતની જાણકારી મળી ચૂકી છે. આ વખતે આ ખામીના કારણે યૂઝર્સને નુકસાન પણ ઉઠાવવુ પડી રહ્યુ છે. આ રીતની CVE-2021-30554 આ વર્ષની સાતમી zero-day vulnerability છે. જે ગૂગલ ક્રોમમાં દેખાઇ છે.

આ રીતે કરો ચેક

સૌથી પહેલા તમે Settingsમાં જાઓ અને ત્યારબાદ About Google Chromeમાં જાઓ, જો આપનું વર્ઝન 91.0.4472.114 અથવા તેનાથી ઉપરનું નજર આવે છે તો તમે સુરક્ષિત છો. જો આ નથી તો મેન્યુઅપીલ વર્ઝન અપગ્રેડ કરો. અપડેટ કર્યા બાદ બ્રાઉઝરને રિસ્ટાર્ટ કરો. આ વર્ઝન સાથે ત્રણ હાઇ લેવલ થ્રેટ્સ સામેલ છે એટલે શાણપણ એમાં જ છે કે તેને જલ્દી ચેક કરી લેવામાં આવે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code