Site icon Revoi.in

શું તમે પણ ગૂગલની આ સેવાનો કરો છો ઉપયોગ? તો રહો સાવધ, ગૂગલ સાંભળે છે તમારી વાત

Social Share

નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વની જાણકારી માત્ર એક ફિંગર ટીપથી તમને ગૂગલના માધ્યમથી મળી રહે છે. કોઇપણ પ્રકારની જાણકારી મેળવવા માટે મોટા ભાગે યૂઝર્સ ગૂગલ કરે છે. હવે તો લોકો ગૂગલને સવાલ પૂછવા માટે ટાઇપ કરવાને બદલે ગૂગલ આસિસ્ટન્ટને બોલીને પૂછવાનું ચલણ વધ્યું છે. પરંતુ જો તમે પણે ગૂગલનો આ રીતે ઉપયોગ કરી રહ્યા છો. તો તમારે સાવધ રહેવું જોઇએ.

ગૂગલના પ્રતિનિધિઓએ આઇટી સંબંધિત પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીમાં સ્વીકાર્યું છે કે, ગૂગલના કર્મચારીઓ ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા યૂઝર્સનો રેકોર્ડિંગ કરેલો અવાજ સાંભળે છે. ગ્રાહકોની સુરક્ષાને લઇને ગૂગલના પ્રતિનિધિઓ સંસદની આઇટી કમિટી સામે રજૂ થયા હતા ત્યારે આ વાત કહી હતી.

ગૂગલના યૂઝર્સ જ્યારે “OK, Google” કહીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ ગૂગલ આસિસ્ટન્ટ સાથે વાત કરે છે ત્યારે ગૂગલના કર્ચારીઓ તે સાંભળે છે. બીજેપીના સાંસદ નિશિકાંત દૂબેએ ગૂગલના પ્રતિનિધિને સવાલ કરતા ગૂગલે સ્વીકાર્યુ હતું કે, ક્યારેક યૂઝર્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટને કોલ નથી કરતા. તો અમે પણ તેમની વાતચીત રેકોર્ડ કરીએ છીએ.

કંપનીએ કમિટી સમક્ષ કહ્યું છે કે આ દરમિયાન સંવેદનશીલ વાતોને નથી સાંભળવામાં આવતી, આ માત્ર સામાન્ય વાતચીત હોય છે અને તેને જ રેકોર્ડ કરવામાં આવે છે.

જોકે, કંપનીએ પુષ્ટિ નથી કરી કે તેઓ કઈ રીતે નક્કી કરે છે કે વાત સંવેદનશીલ છે કે નહીં. કમિટી મુજબ, આ મુદ્દાને ગંભીર રીતે લેવામાં આવ્યો છે અને તેને ગોપનીયતાનું હનન માનવામાં આવ્યું છે.