- ગૂગલે સૌથી પોપ્યુલર Year In Searchનું લિસ્ટ કર્યું જાહેર
- આ લિસ્ટમાં IPL, Bihar Election Results, કોબ બ્રાયંટ જેવા ટોપિક્સ પર વધુ સર્ચ
- અમિતાભ બચ્ચન, કનિકા કપૂર, કંગના રનૌત, રિયા ચક્રવર્તી પર પણ થયું સર્ચ
Google દર વર્ષે સૌથી પોપ્યુલર Year In Searchનું લિસ્ટ જાહેર કરે છે જેમાં વર્ષ દરમિયાન સૌથી વધુ સર્ચ થતા ટ્રેન્ડિંગ ટોપિકની યાદી હોય છે. આ વર્ષે પણ ગૂગલની આ યાદી જાહેર થઇ ચૂકી છે. ભારતમાં પણ ગૂગલ 2020 Year In Search જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ભારતમાં ટોપ સર્ચથી લઇને ટોપિક્સ, ઇવેન્ટ, લોકો અને જગ્યા વિશે જણાવવામાં આવ્યું છે. ગૂગલના આ વર્ષના લિસ્ટમાં કેટલીક વસ્તુ વિસ્મયકારક છે. તમામ સર્ચ ક્વેરી કે લિસ્ટમાં સૂશાંત સિંહ રાજપૂતનું નામ નથી જે ખૂબ જ ચોંકાવનારી બાબત કહેવાય કારણ કે આ વર્ષે અનેક મહિના સુધી સોશિયલ મીડિયામાં Sushant Singh Rajput ટ્રેન્ડ કરતું હતું.
ભારતમાં વર્ષભર આ ટોપિક્સ રહ્યા ટ્રેન્ડિંગ
Indian Premier League
coronavirus
US election resultsPM Kisan Yojana
Bihar election results
Delhi election results
Dil Bechara
Joe Biden
Leap day
Arnab Goswami
ટ્રેન્ડિંગ ફિલ્મ
Dil Bechara
Soorarai Pottru
ટૉપ પર્સનાલિટીનું લિસ્ટ
Joe Biden
Arnab Goswami
કંઇ કેટેગરી ટોપ પર રહી
How to make paneer
How to increase immunity
Near Me કેટેગરી
Food shelters near me
COVID test near me
ગૂગલે ગ્લોબલ ડેટા પણ જાહેર કર્યો છે જેમાં તે પણ જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં લોકોએ સૌથી વધુ કોરોના વાયરસ (Corona Virus) વિશે સર્ચ કર્યું છે. પણ ભારતમાં તેવું નથી. ભારતમાં કોરોના વાયરસ ટોપ સર્ચમાં નથી. લોકો IPL વિશે વધુ સર્ચ કરતા જોવા મળ્યા છે. બીજી તરફ વિશ્વભરમાં સૌથી વધુ સર્ચ થયેલા ટોપિક્સ પર નજર કરીએ તો ઇલેક્શન રિઝલ્ટ્સ, કોબ બ્રાયંટ, જૂમ અને IPL છે.
નોંધનીય છે કે આ ઉપરાંત અમિતાભ બચ્ચન, કનિકા કપૂર, કંગના રનૌત, રિયા ચક્રવર્તી અને અંકિતા લોંખડેને પણ ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવી. તે ઉપરાંત US ELECTION અને BIHAR ELECTIONS વિશે પણ લોકોએ રૂચી દર્શાવી.
(સંકેત)