નવી દિલ્હી: દિગ્ગજ ટેક કંપની ગૂગલ એન્ડ્રોઇડ ફોન યૂઝર માટે ડિજીટલ વેક્સિન કાર્ડ લાવવાની તૈયારી કરી રહ્યું છે. યૂઝર તેમના ફોન પર વેક્સિનેશન અથવા કોવિડ-19ના સ્ટેટસને સ્ટોર કરી શકશે અને ગમે ત્યારે એક્સેસ પણ કરી શકશે. જ્યાં સુધી સરકારી સંસ્થા ગૂગલના નવા ટૂલ પર યૂઝરના રેકોર્ડ્સને ડિજીટલ રૂપે સામેલ કરતું રહેશે.
અમેરિકામાં ગૂગલનું આ ફીચર ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યું છે અને થોડા સમયમાં અન્ય દેશોમાં પણ શરૂ કરવામાં આવશે. ગૂગલે હજુ સુધી તે દેશોના નામનો ખુલાસો કર્યો નથી. ગૂગલે કહ્યું કે આ ફીચરમાં યૂઝરની કોઇપણ જાણકારીની કોપી પોતાની પાસે નહીં રાખે.
દિગ્ગજ ટેક કંપની ગૂગલ(Google) એન્ડ્રોઇડ ફોન યૂઝર માટે ડિજિટલ વેક્સીન કાર્ડ(Digital Vaccine Card) લાવવાની તૈયારી કરી રહ્યું છે. યૂઝર તેમના ફોન પર વેક્સીનેશન અથવા કોવિડ-19ના સ્ટેટસને સ્ટોર કરી શકશે અને ગમે ત્યારે એક્સેસ પણ કરી શકશે. આ સુવિધા ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે જ્યાં સુધી સરકારી સંસ્થા ગૂગલના નવા ટૂલ પર યૂઝરના રેકોર્ડ્સને ડિજિટલરૂપે સામેલ કરતું રહેશે.
ગૂગલનું આ ફીચર ટૂંક સમયમાં અમેરિકામાં શરૂ થવા જઈ રહ્યું છે અને થોડા સમયમાં અન્ય દેશોમાં પણ શરૂ કરવામાં આવશે. ગૂગલે હજુ સુધી તે દેશોના નામનો ખુલાસો કર્યો નથી. ગૂગલે કહ્યું કે આ ફીચરમાં યૂઝરની કોઈપણ જાણકારીની કોપી પોતાની પાસે નહીં રાખે.
આ પાસપોર્ટ કે કાર્ડ પરથી તમે કોવિડ-19 વેક્સીન લીધી છે કે નહીં તેની અને તમારો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે તેની માહિતી જાણી શકાય છે. આ કાર્ડ તમને સ્ટેડિયમ અને તે દેશોમાં જવામાં મદદ કરશે જે દેશ સુરક્ષિત રૂપે અન્ય દેશ માટે તેમની હદોને ખોલવાનું વિચારી રહ્યા છે.