1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ પર ટોપ 2021માં How to સર્ચમાં ક્યાં ટોપિક હતા સામેલ? વાંચો યાદી
ગૂગલ પર ટોપ 2021માં How to સર્ચમાં ક્યાં ટોપિક હતા સામેલ? વાંચો યાદી

ગૂગલ પર ટોપ 2021માં How to સર્ચમાં ક્યાં ટોપિક હતા સામેલ? વાંચો યાદી

0
Social Share

નવી દિલ્હી: ટેક દિગ્ગજ ગૂગલે વર્ષ દરમિયાન લોકોનો મૂડ, મહત્વની બાબતોને દર્શાવતું વાર્ષિક યર ઇન સર્ચ રિલીઝ કર્યું છે. ક્વેરી કેવી રીતે શોધવી તે બતાવે છે કે વર્ષ દરમિયાન યૂઝર્સના મનમાં સૌથી વધુ કઇ મુંઝવણ કે બાબત રહી હતી. આના દ્વારા વર્ષની સૌથી મોટી ઘટનાઓ જોવામાં આવે છે અને લોકોએ ગૂગલ પર શું સર્ચ કર્યું છે, તે જાણવા મળે છે કે લોકો કેવી રીતે પ્રભાવિત થયા છે.

આ વર્ષે લોકોએ Top 10 How to માં આ વસ્તુ વિશે સર્ચ કર્યું છે.

કેવી રીતે વેક્સિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું

વર્ષ દરમિયાન કોવિડ વેક્સિનનું સર્ટિફિકેટ કઇ રીતે ડાઉનલોડ કરવું તેના વિશે સર્ચ કરવામાં આવ્યું છે. મે, જૂન અને જુલાઇ મહિનામાં વેક્સિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની રીત વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે.

કોવિડ વેક્સિન માટે નોંધણી કેવી રીતે કરવી

કોવિડના રોગચાળા દરમિયાન કોવિડ સામે રક્ષણ આપતી કોવિડ વેક્સિનને લઇને લોકોની સતર્કતા અને જાગરુકતા પણ જોવા મળી. લોકોએ આ વર્ષે કોવિડ વેક્સિન માટે કેવી રીતે નોંધણી કરવી તે ટોપિક પર વર્ષ દરમિયાન સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યું છે. સર્ચિગનો આ ટોપિક વર્ષ 2021ના લિસ્ટમાં સૌથી ટોપ પર રહ્યો. આ વિશે સૌથી વધુ સર્ચ 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ અને 25 એપ્રિલથી 1 મે વચ્ચેના સપ્તાહમાં કરવામાં આવ્યું હતું.

પાનને આધાર સાથે લિંક કરવું

આવકવેરો ભરવા માટે પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું આવશ્યક બની ગયુ છે. તેને કારણે, માર્ચના છેલ્લા સપ્તાહ દરમિયાન આ વર્ષની સર્ચ ક્વેરી PANને આધાર સાથે કેવી રીતે લિંક કરવી તે ગૂગલમાં ટોચ પર રહી.

ઓક્સિજન સ્તર કેવી રીતે વધારવું
એપ્રિલના છેલ્લા અઠવાડિયા અને મે મહિનાની શરૂઆતનાં વાયરસની લહેર દરમિયાન ઓક્સિજન સ્તર કેવી રીતે વધારવું આ ટોપિક સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું.

ઘરે ઓક્સિજન કેવી રીતે બનાવવો
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. આ દરમિયાન ગૂગલ પર ‘How to make oxygen at home’ સર્ચ ક્વેરી ટોપ પર હતી. આ સમયગાળા દરમિયાન ઓક્સિજન સિલિન્ડરની શોધે લોકોને પરેશાન કરી દીધા હતા.

IPO એલોટમેન્ટ ચેક કરવાની રીત

વર્ષ 2021 દરમિયાન કુલ 65 જેટલા આઇપીઓ માર્કેટમાં આવ્યા હતા અને દમદાર રિટર્ન પણ આપ્યું હતું ત્યારે આઇપીઓ એલોટમેન્ટ કેવી રીતે ચેક કરાય તે અંગે સર્ચ કરવામાં આવ્યું હતું.

બિટકોઇનમાં રોકાણ કરવું

ભારતમાં અત્યારે ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે અને રોકાણકારો પણ વધી રહ્યા છે ત્યારે આ ટ્રેન્ડને જોતા આ વર્ષે બિટકોઇનમાં કેવી રીતે રોકાણ કરવું તે અંગે પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે.

ભારતમાં Dogecoin કેવી રીતે ખરીદવું
બિટકોઈનની કિંમતમાં વધારો થયા પછી, અન્ય ક્રિપ્ટોકરન્સી પણ લોકપ્રિય બની, જે પછી ડોગેકોઈન એ ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલ અન્ય ક્રિપ્ટોકરન્સી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code