1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલનું નવું ફિચર, હવે સર્ચ હિસ્ટ્રી ઑટો ડિલીટ થઇ જશે
ગૂગલનું નવું ફિચર, હવે સર્ચ હિસ્ટ્રી ઑટો ડિલીટ થઇ જશે

ગૂગલનું નવું ફિચર, હવે સર્ચ હિસ્ટ્રી ઑટો ડિલીટ થઇ જશે

0
Social Share
  • ગૂગલ સર્ચ ઑપ્શનમાં આવ્યું નવું અપડેટ
  • છેલ્લી 15 મિનિટની સર્ચ હિસ્ટ્રીને ઑટો ડિલીટ કરી શકાશે
  • હવે યૂઝર્સે મેન્યુઅલી સર્ચ હિસ્ટ્રી ડિલીટ નહીં કરવી પડે

નવી દિલ્હી: ગૂગલ સર્ચ ઑપ્શનમાં પણ સમયાંતરે નવા નવા ફીચર્સ જોવા મળતા હોય છે. હવે તેમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે તમે માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો. ગૂગલે આ નવું ફીચર રજૂ કરીને યૂઝર્સને વધુ ગોપનીયતા આપવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં તો આ ફીચર માત્ર iOS યૂઝર્સ માટે રજૂ કરાયું છે પરંતુ ટૂંક સમયમાં તેને એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ રજૂ કરાશે.

આપને જણાવી દઇએ કે ગૂગલે ગત વર્ષે જ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે ઑટો ડિલીટ હિસ્ટ્રી ફિચર લૉન્ચ કર્યું હતું અને હવે તેમાં જ વધારો કરીને ગૂગલે છેલ્લા 15 મિનિટની હિસ્ટ્રી ડિલીટ થઇ શકે તેવું ફીચર લૉન્ચ કર્યું છે. આ ફીચર બાદ યૂઝર્સે હિસ્ટ્રી મેન્યુઅલી ડિલીટ કરવાની કોઇ આવશ્યકતા નહીં રહે.

કઇ રીતે ફિચરનો ઉપયોગ કરશો

  • સૌથી પહેલા ગુગલ એકાઉન્ટ બનાવોગુગલ એકાઉન્ટમાં મેન્યૂ આવી જશે
  • પોતાના પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો
  • હવે તમને અહીં એક નવુ Quick Delete નું ઓપ્શન મળશે
  • Quick Delete પર ક્લિક કરો
  • હવે તમને Delete Last 15 Minutes નું ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો
  • હવે છેલ્લી 15 ની સર્ચ હિસ્ટ્રી જાતે જ ડિલીટ થઇ જશે

તમે આ ફિચરને Google Assistant ના ઉપયોગથી પણ સેટ કરી શકો છો. જેના માટે તમારો બોલવું પડશે ‘હેય ગુગલ. મે જે પણ કંઇ સર્ચ કર્યુ છે તેને ડિલીટ કરી દે’ આ બોલ્યા બાદ ઑટો ડિલીટ ઓપ્શન સામે આવી જશે. અહીં તમને ત્રણ ઓપ્શન મળશે 3 મહિના, 18 મહિના અને 36 મહિના તમે આ ત્રણમાંથી મનગમતા ઓપ્શનને સિલેક્ટ કરીને સેટિંગને સેટ કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code