Site icon Revoi.in

આ રીતે તમે ઇનકમિંગ કૉલ્સને કરી શકો છો બ્લોક, જાણો કેવી રીતે

Social Share

નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં એન્ડ્રોઇડ ફોન સૌથી વધુ વપરાય છે. તે તેના ફીચર્સને કારણે પ્રખ્યાત છે. તે ઉપરાંત તે યૂઝર્સને સ્પામ કોલ્સ બ્લોક કરવાનો પણ વિકલ્પ પૂરો પાડે છે. અમુકવાર અનિચ્છનિય અથવા રોબોકોલ્સ જે ઘણા લોકો ઉપાડવાનું પસંદ કરતા નથી, યૂઝર્સ માટે માથાનો દુખાવો બની જાય છે. તેવામાં એન્ડ્રોઇડની બ્લોકિંગ કોલ સિસ્ટમ યૂઝર્સ માટે એક શ્રેષ્ઠ સુવિધા છે. તેનાથી કોલ ટાળી શકયા છે. તો ચાલો તમે કઇ રીતે અનિચ્છનીય કોલને બ્લોક કરી શકો છો તેના વિશે વાંચીએ.

આ રીતે ઉપયોગ કરો

ઇનકમિંગ કોલને ડિસેબલ કરવા સરળ છે અને તેના માટે કોઇ પણ થર્ડ પાર્ટી એપ્સની જરૂર પડતી નથી.

સ્ટેપ 1 – સેટિંગ્સમાં જઇને Sound સર્ચ કરીને તેમાં Do Not Disturb મોડ સિલેક્ટ કરો.

સ્ટેપ 2 – હવે કોલ્સ પર ક્લિક કરો અને ત્યાર બાદ Allow Calls પર ટેપ કરો.

સ્ટેપ 3 – પોપ-અપ મેનૂમાંથી Don’t Allow any call from સિલેક્ટ કરો.

સ્ટેપ 4 – હવે repeat caller ટોગલને ઓફ કરી દો.

સ્માર્ટફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ એટલે કે DND સુવિધા છે. જે વર્ષ 2015થી એન્ડ્રોઇડ માર્શમેલોથી છે. આ વિકલ્પ દ્વારા કોઇ પણ વ્યક્તિ થોડા સમય માટે અથા હંમેશા માટે નોટિફિકેશન ડિસેબલ કરી શકે છે. ડીએનડી મોડ દ્વારા કોઇપણ વ્યક્તિ અલગ અલગ શિડ્યૂલ અથવા નિયમ નક્કી કરી શકે છે. જેના માટે કોઇ નિશ્વિત સંપર્ક અથવા ટાઇમ ફ્રેમ માટે નોટિફિકેશન મ્યૂટ કરી શકે છે.

તે ઉપરાંત કોલ બ્લોકિંગ માટે અનેક એપ્સ પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. જો કે તેને ડાઉનલોડ અને યૂઝ કરતા પહેલા તે એપ્સ વિશેના રિવ્યૂ અને ફીડબેક જરૂર તપાસી લેવા. તમે હિયા – કોલ બ્લોકર, ફ્રોડ ડિકેટ્શન એન્ડ કોલર આઇડી ડીવીએસ જેવી એપ્સ યૂઝ કરી શકો છો.