- ઘણીવાર સ્માર્ટફોનમાં જેક બરાબર કામ કરતું નથી
- તેના માટે તમે ઘરે જ કેટલીક ટિપ્સથી તેને સરખું કરી શકો છો
- તેના માટે અહીંયા આપેલી ટિપ્સ વાંચો
નવી દિલ્હી: સાંપ્રત સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનું એક મહત્વનું અંગ કે સાધન બની ગયું છે. કમ્યુનિકેશનના માધ્યમ ઉપરાંત મનોરંજનથી લઇને બેન્કિંગ સેવાઓ કે પછી રમત રમવા સહિતની પ્રવૃત્તિઓ આપણે સ્માર્ટફોનથી કરીએ છીએ અને ક્યારેક કેટલીક સર્વિસનો ઉપયોગ કરવા સમયે તેમાં ખામી પણ સર્જાતી હોય છે. જેમ કે ક્યારેક સ્માર્ટફોનનો જેક કામ કરતો નથી અને તેને કારણે આપણે સર્વિસ સેન્ટરમાં જઇને તેને રિપેર કરાવવા માટે 200-500 રૂપિયા ચૂકવવા પડે છે. અહીંયા હેડફોન જેક કેવી રીતે સરખો કરવો તે અંગેની માહિતી આપવામાં આવી છે.
ક્યારેક એવું બને છે કે સ્માર્ટફોન બ્લુટૂથથી અન્ય ડિવાઇઝ સાથે કનેક્ટ થઇ જાય છે. પરંતુ અવાજ ના આવવાને કારણે પરેશાની થાય છે. એડવાન્સ્ડ ટેક્નોલોજીની મદદથી મલ્ટી ડિવાઇઝ બ્લુટૂથ કનેક્ટિવિટી આપતા સ્માર્ટફોન માર્કેટમાં આવી ગયા છે. પરંતુ તમારે તમારો સ્માર્ટફોન ચેક કરવાનો રહેશે.
જો તમારા હેડફોન જેકથી અવાજ ન આવે તો સૌથી પહેલા બ્લુટૂથ કનેક્શન જુઓ અને અન્ય કોઈ ડિવાઈસ તમારા ફોન સાથે કનેક્ટેડ છે, તો તેને ડિસકનેક્ટ કરો. ત્યાર બાદ તમે ઈયરફોનથી તમારા પ્રોગ્રામની મજા લઈ શકો છો.
ક્યારેક સ્માર્ટફોનના અતિશય ઉપયોગથી સ્માર્ટફોનના હેડફોન જેકમાં ધૂળ ભરાઇ જાય છે. આ સમસ્યાથી બચવા માટે સમયાંતરે સ્માર્ટફોનના હેડફોન જેકમાં કોટનન બડ અથવા રૂથી હેડફોન જેકને સાફ કરવું જોઇએ. આ પ્રકારે ધૂળ ભરાઇ જવા પર હેડફોન સ્મૂધલી ચાલી શકતો નથી. હેડફોન જેક સાફ કરવા સમયે કોટન બડનો ઉપયોગ ટાળવો જોઇએ.
હવે સ્માર્ટફોન વોટર રેસિસ્ટેન્સ આવે છે, તેમ છતાં સ્માર્ટફોનને પાણીથી દૂર રાખવો જોઈએ. ઘણી વાર ભીના હાથથી ઉપયોગ કરવાના કારણે અથવા વરસાદના ભેજના કારણે હેડફોન જેક યોગ્ય રીતે કામ કરતું નથી. આ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે તમે હેયર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. હેયર ડ્રાયરને મીડિયમ મોડ પર ચલાવવું જોઈએ.
ઘણીવાર બાળકો ફોનનો ઉપયોગ કરવા સમયે અજાણતા સેટિંગ્સની બદલી નાખે છે. આ કારણોસર હેડફોનની ફંક્શનાલિટી પર અસર થાય છે. હેડફોન જેકમાંથી અવાજ ન આવવાને કારણે તમારે સ્માર્ટફોનનું સેટિંગ્સ એકવાર ચેક કરી લેવું જોઈએ.