- વોટ્સએપ પર તમે ટાઇપિંગ નોટિફિકેશનને છૂપાવી શકો છો
- તેના માટે આ ટ્રિક્સ અજમાવી શકો છો
- તેનાથી સામેવાળાને તમે ટાઇપિંગ કરી રહ્યા હતા તે વિશે નહીં ખબર પડે
નવી દિલ્હી: વોટ્સએપ માટે તેમના યૂઝર્સની ગોપનીયતાની અને ડેટાની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા રહે છે અને તે આ જ દિશામાં સમયાંતરે અનેકવિધ પ્રાઇવસી ફીચર્સ લૉંચ કરતું રહે છે. જેથી યૂઝર્સના ડેટા સુરક્ષિત રહે. યૂઝર્સ લાઇવ સ્ટેટસ, ટાઇપિંગ નોટિફિકેશન અને Last Active જેવી બાબતો અમુક સેટિંગ્સ દ્વારા છૂપાવી શકાતી નથી. જો કે અમે આપને એવી ટ્રિક્સ બતાવી રહ્યા છે જેનાથી તમે વોટ્સએપમાં ટાઇપિંગ કરી રહ્યા છો તેના વિશે કોઇને જ ખબર નહીં પડે.
આ ટ્રિક્સ અજમાવો
વોટ્સએપ આમ તો ઇન બિલ્ટ આવી કોઇ સુવિધા પ્રદાન નથી કરતું પરંતુ આ એક ટ્રિક છે.
સૌ પ્રથમ તમારે ટાઇપિંગ શરૂ કરતા પહેલા તમારા ડેટાને બંધ કરવાના રહેશે અને ત્યારબાદ ફોનના ફ્લાઇટ મોડને ઑન કરવાનો રહેશે.
હવે વોટ્સએપ ખોલો અને મેસેજ ટાઇપ કરીને સેન્ડ કરો
હવે તમારે એ કરવાનું રહેશે કે મેસેજમી એકદમ પાસે તમને એક ક્લોક જેવું આઇકન દેખાશે અને જ્યારે તમે ડેટા ઑન કરશો અને ફ્લાઇટ મોડને ડિસેબલ કરી દેશો તો મેસેજ આપમેળે કોન્ટેક્ટને સેન્ડ થઇ જશે અને સામે વાળી વ્યક્તિને ખબર નહીં પડે કે તમે કેટલા સમયથી ટાઇપ કરી રહ્યા હતા
બીજી તરફ તમે ઑફલાઇન ચેટિંગ પણ કરી શકો છો
પહેલા તો તમારું વોટ્સએપ ઓપન કરો
હવે સેટિંગ્સ બટન પર નેવિગેટ કરો
હવે એકાઉન્ટ્સ પર જાઓ
પ્રાઇવસી પર કરો ક્લિક
હવે Status Open પર ક્લિક કરો અને Only Share With…પર ક્લિક કરો
અહીં કોઇપણ કોન્ટેક્ટ સિલેક્ટ ન કરો અને ફરી એકાઉન્ટ તરફ નેવિગેટ થાઓ
હવે તમારું વોટ્સએપ લાસ્ટ સીન અને ઑનલાઇન સ્ટેટસ તમારા બધા જ કોન્ટેક્ટ માટે હાઇડ થઇ જશે