આધાર કાર્ડ કરતાં પણ સુરક્ષિત છે માસ્ક્ડ આધાર કાર્ડ, જાણી લો તેને ડાઉનલોડ કરવાની સિમ્પલ પ્રોસેસ
- આધાર કાર્ડ કરતાં પણ વધુ સુરક્ષિત છે માસ્ક્ડ આધાર કાર્ડ
- તેનો ઉપયોગ પણ અનેક કામકાજ માટે થઇ શકે છે
- તમે પણ આ રીતે આ આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો
નવી દિલ્હી: ભારતમાં આજે કોઇપણ પ્રકારના સરકારી કે અન્ય કામકાજ માટે આધાર કાર્ડને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. તેનો ઉપયોગ એક ઓળખ કાર્ડ અને એડ્રેસ પ્રુફ તરીકે કરવામાં આવે છે. એક એવું જ અન્ય કાર્ડ માસ્ક્ડ આધાર કાર્ડના નામથી પણ આવે છે.
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા જ માસ્ક કરેલ આધાર કાર્ડ જારી કરાય છે. આ પણ એક સામાન્ય આધાર કાર્ડની જેમ ઓળખ કાર્ડ જ છે. તમે માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ પણ નિયમિત આધારની જેમ જ ઓળખના પુરાવા તરીકે કરી શકો છો. જો કે માસ્ક્ડ આધાર કાર્ડ સુરક્ષાની દૃષ્ટિએ વધુ સુરક્ષિત છે.
માસ્ક્ડ આધાર કાર્ડમાં આધાર નંબર આંશિક રીતે છૂપાયેલ હોય છે. અર્થાત્, 12- અંકના આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંકો દસ્તાવેજમાં દેખાય છે, જે પ્રથમ આઠ અંકોને છુપાવીને ગ્રાહકની ઓળખને પણ સુરક્ષિત કરે છે. તેનો મુખ્ય હેતુ એ હોય છે કે જો કાર્ડ ખોવાઇ જાય તો તેનો દુરુપયોગ ના થાય.
તમે પણ આ રીતે માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તેને કરો ડાઉનલોડ
- સૌ પ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઇટ ઑપન કરો
- આ બાદ તમારે Drop Down મેનુમાંથી My Aadhar વિકલ્પ પસંદ કરવો પડશે
- Aadhaar Card Download વિકલ્પ પસંદ કરવો પડશે
- આ પછી તમારો 12 અંકનો આધાર નંબર અથવા અન્ય વિશિષ્ટ ઓળખકર્તા દાખલ કરો
- આ પછી તમારે માસ્ક્ડ આધારનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
- ત્યારબાદ કેપ્ચા કોડ સાચો છે કે નહીં તેની ચકાસણી કરવી પડશે
- હવે ડ્રોપ ડાઉન મેનૂમાંથી ઓટીપી મોકલો અને વિકલ્પ પસંદ કરો
- ઓટીપી દાખલ કર્યા પછી, તમારું આધાર અથવા ઇ-આધાર કાર્ડ ડાઉનલોડ કરો, જે માસ્ક કરેલું છે