1. Home
  2. ગુજરાતી
  3. જો KYCના નામ પર ફોન-મેસેજ આવશે તો ચેતજો, બાકી પસ્તાશો
જો KYCના નામ પર ફોન-મેસેજ આવશે તો ચેતજો, બાકી પસ્તાશો

જો KYCના નામ પર ફોન-મેસેજ આવશે તો ચેતજો, બાકી પસ્તાશો

0
Social Share

નવી દિલ્હી: દેશભરમાં હાલ કોરોના કાળ દરમિયાન સાઇબર ક્રાઇમ કરનારા હેકર્સ ફરીથી સક્રિય થઇ ગયા છે. આ સમયે દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધ્યું છે. જેના કારણે સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. આ સમયે લોકોને ખાસ કરીને KYCને લઇને ઘણા મેસેજ અને કોલ આવી રહ્યા છે. આ KYCના નામે હેકર્સ કે ઠગીયાઓ ગ્રાહકોની અંગત માહિતી ચોરી લે છે.

KYCના નામે ઠગો લોકોને છેતરી રહ્યા છે. KYCને અપડેટ કરવા માટે લોકોને કોલ, SMS અને ઇમેઇલ્સ મળી રહ્યાં છે. કોલ, SMS અને ઇમેઇલ્સ દ્વારા લોકોને સાયબર ઢગ દ્વારા કેવાયસી માટે કહેવામાં આવી રહ્યું છે. KYC નહીં કરવામાં આવે તો બેંક ખાતુ ખાલી થઇ જશે તેવું કહેવાય છે.

છેલ્લા થોડા સમયથી આ પ્રકારના મામલા સામે આવી રહ્યા છે. જેનાથી ગ્રાહકોને ઘરે બેસીને KYC ની સુવિધાના નામે છેતરી જાય છે. છેતરપિંડી કરતા લોકો બેન્ક ખાતું બંધ થવાનો ડર દેખાડીને તેની પર્સનલ જાણકારી મેળવી રહ્યા છે.

બેંક ખાતા ધારકોને લાગે છે કે બેંક તરફથી કોઈ કોલ, એસએમએસ અથવા ઇમેઇલ આવ્યો છે. તે આ ઠગ પર વિશ્વાસ કરે છે. ગ્રાહકો સાયબર ફ્રોડર્સ દ્વારા મોકલેલા એસએમએસ અથવા ઇમેઇલ સાથે જોડાયેલ લિંક પર ક્લિક કરે છે. લિંક પર ક્લિક કરતા જ સાયબર ઠગ ગ્રાહકની બધી માહિતી ચોરી લે છે.

સાયબર ઠગ ગ્રાહકોને ક્વિક સપોર્ટ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અથવા એનીડેસ્ક અથવા Team Viewer ડાઉનલોડ કરવાનું પણ કહે છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમારા લેપટોપ, મોબાઇલ અથવા ટેબ્લેટનું ઍક્સેસ સાયબર ઠગ લઇ જાય છે. એટલે કે, કોઈ અજાણ્યા વ્યક્તિના કહેવાથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં.

આ એપ્સ દ્વારા તેઓ તમારો ઓટીપી વાંચી શકે છે. જો કોઇ પેટીએમ કેવાયસી ચકાસણીના નામ પર કૉલ કરે છે અથવા SMS કરે છે, તો તેમના પર વિશ્વાસ ના કરો.

ગૃહ મંત્રાલયની સોશિયલ સાયબર વિંગ એ ટ્વિટ કરીને ચેતવણી આપી છે. ઠગ એસએમએસ અથવા કેવાયસી કોલ્સથી સાવધ રહો. એસએમએસ અથવા કોલ્સ પર વિગતો શેર કરશો નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code