Site icon Revoi.in

ભારતમાં વધશે સ્માર્ટફોનનો યૂઝ, આગામી 5 વર્ષમાં 39% લોકો 5G સર્વિસ યૂઝ કરતા હશે

Social Share

નવી દિલ્હી: ભારતમાં હવે દિવસે દિવસે સ્માર્ટફોન યૂઝર્સ સતત વધી રહ્યા છે અને ભારતમાં દિન પ્રતિદીન સ્માર્ટફોનની માંગ પણ સતત વધી રહી છે. હવે 4G બાદ હવે ભારતમાં 5Gની પણ બોલબાલા જોવા મળશે. વર્ષ 2026 સુધીમાં ભારતમાં 33 કરોડથી વધુ લોકો 5G સર્વિસનો ઉપયોગ કરવા લાગશે. સાથે જ ડેટા વપરાશ 40 જીબી પ્રતિ માસ થશે.

ભારતમાં લોકો 5જી સર્વિસને હાથો-હાથ અપનાવવા તૈયાર છે. રિપોર્ટ અનુસાર, આગામી 5 વર્ષમાં 39 ટકા લોકો પાસે 5જી કનેક્શન હશે. આ સમયે ભારતમાં 81 કરોડ સ્માર્ટફોન યૂઝર્સ છે અને તેમાં દર વર્ષે 7 ટકાની વૃદ્વિ થઇ રહી છે. વર્ષ 2026 સુધીમાં સ્માર્ટફોનની સંખ્યા વધીને 120 કરોડ થવાનો અંદાજ છે.

દેશમાં 4 કરોડ લોકો પ્રથમ વર્ષમાં જ  5જી અપનાવશે અને તેના માટે વધુ કિંમત ચૂકવવા પણ તૈયાર હશે. પરંતુ વર્ષ 2026 સુધીમાં લગભગ 33 કરોડ લોકો 5જી સેવાઓનો ઉપયોગ શરૂ કરશે. 4જી સર્વિસના આગમન પછી દેશમાં ડેટાનો વપરાશ ઝડપી ગતિએ વધી ગયો છે.

નોંધનીય છે કે, 2019માં ડેટા વપરાશ દર મહિને 13 જીબી હતો,  જે 2020માં વધીને 14.6 જીબી થઈ ગયો છે, ડેટા વપરાશના મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને 2026 સુધીમાં ડેટા વપરાશ દર મહિને 40 જીબી જેટલો થઈ જશે.