Site icon Revoi.in

ડિજીટલ ઇન્ડિયા: ચીનને પાછળ રાખીને 25.50 અબજ પેમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન્સ સાથે ભારત પ્રથમ ક્રમાંકે

Social Share

નવી દિલ્હી: દેશમાં ડીજીટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ ઉતરોઉતર વધી રહ્યું છે અને આગામી 5 વર્ષમાં દેશમાં ડિજીટલ પેમેન્ટ્સની માત્રામાં ઝડપી વધારો થશે અને વર્ષ 2025 સુધીમાં કુલ પેમેન્ટ્સમાં 71.70 ટકા પેમેન્ટ્સ ડિજીટલ પેમેન્ટ્સ હશે. પેમેન્ટ્સ માટેના અન્ય માધ્યમો જેમ કે રોકડ તેમજ ચેકનો હિસ્સો ઘટીને 28.30 ટકા પર આવી જશે. એક રિપોર્ટમાં આમ જણાવાયું છે.

વર્ષ 2020માં 25.50 અબજ રિઅલ ટાઇમ પેમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન સાથે ભારત ચીન કરતા આગળ રહ્યું હતું. ચીનનો આ આંક 15.70 અબજ રહ્યો હતો.

વર્ષ 2020માં દેશમાં થયેલા કુલ પેમેન્ટસમાંથી કેશ અને ચેક આધારિત પેમેન્ટસનો હિસ્સો 61.40 ટકા રહ્યો હતો જ્યારે ઈલેકટ્રોનિક તથા ઈન્સ્ટન્ટ પેમેન્ટસનો હિસ્સો 38.50 ટકા રહ્યો હતો. 2025 સુધીમાં સ્થિતિ એકદમ બદલાઈને ઈલેકટ્રોનિકસ તથા ઈન્સ્ટન્ટ પેમેન્ટસનો હિસ્સો વધી 71.70 ટકા પર પહોંચી જશે અને કેશ તથા અન્ય પેપર આધારિત પેમેન્ટસની માત્રા ઘટી 28.30 ટકા પર આવી જવાની ધારણાં છે.

એકંદર ઈલેકટ્રોનિકસ ટ્રાન્ઝકશન્સમાં રિઅલ ટાઈમ પેમેન્ટસનું વોલ્યુમ 2024માં વધીને 50 ટકાથી વધુ જોવા મળશે. દેશમાં ઈ-પેમેન્ટસની માત્રા વધારવા સરકાર, આરબીઆઈ, બેન્કો તથા ફાઈનટેક કંપનીઓ સાથે મળીને પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાની મહામારીએ દેશમાં ઉપભોગતાઓ, બેન્કો, વેપારીઓ તથા ઈન્ટરમીડિઅરિસની પેમેન્ટસ પદ્ધતિમાં જોરદાર ફેરબદલ કરી નાખ્યા છે.

(સંકેત)