Site icon Revoi.in

દેશના આ શહેરમાં અનાજનું પ્રથમ ATM ખુલ્યું, આ છે ખાસિયત

Social Share

ચંદીગઢ: સામાન્યપણે આપણે ATMનો ઉપયોગ રોકડ ઉપાડ માટે કરતા હોય છે પરંતુ અનાજ કાઢવા માટેના પણ ATM હોય એવું તમે સાંભળ્યું છે? ચોંકી ગયા ને? જી હા આ હકીકત છે. ગુરુગ્રામમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પહેલું ગ્રેઇન એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ મશીન 1 વારમાં પાંચથી સાત મિનિટમાં 70 કિલો સુધી અનાજ આપી શકે છે. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ આ માહિતી આપી છે.

હવે ગ્રાહકોએ ખાદ્યાન્ન માટે સરકારી રાશનની દુકાનોના ધક્કા ખાવા નહીં પડે અને લાંબી લાઇનોમાં પણ ઉભા નહીં રહેવું પડે. હરિયાણા સરકાર હવે ગ્રાહકોને અનાજ એટીએમ ઉપલબ્ધ કરાવશે તેવું હરિયાણાના મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું છે. ચૌટાલા પાસે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી પણ છે. પહેલુ એટીએમ ગ્રેઇન ગુરુગ્રામના ફારુખ નગરમાં મુક્યું છે અને આ ATM બેંકના ATMની જેમ જ કામ કરશે. ગ્રાહકો માત્ર પોતાની ફિંગર ટીપથી અનાજ પ્રાપ્ત કરી શકશે.

ઓછામાં ઓછી તકલીફમાં લાભાર્થી સુધી અનાજ પહોંચાડવાના હેતુસર આ મશીનને સ્થાપિત કરવામાં આવ્યું છે. આનાથી સાર્વજનિક ખાદ્ય વિતરણ પ્રણાલીમાં પહેલાની સરખામણીમાં વધુ પારદર્શિતા આવશે. મશીન ન માત્ર ડેપો સંચાલકોને અનાજ વિતરણમાં સહાયક સાબિત થશે પરંતુ તેનાથી ડેપો સંચાલકનો સમય પણ બચશે.

યુનાઇટેડ નેશનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ સ્થાપિત મશીનને ઑટોમેટિક, મલ્ટી કોમોડિટી, ગ્રેઇન ડિસ્પેન્સિંગ મશીન કહેવામાં આવ્યું છે. મશીનમાં લાગેલ ટચ સ્ક્રીનની સાથે સાથે એક બાયોમેટ્રિક મશીન લાગેલી હશે જ્યાં લાભાર્થીનો આધાર કે રાશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. બાયો મેટ્રિક સુનિશ્વિત થતા લાભાર્થીઓના સરકાર તરફથી નિર્ધારિત અનાજ આપોઆપ મશીન નીચે લગાવેલ બેગમાં ભરાઇ જશે. આ મશીનથી ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ કરી શકાશે.