Site icon Revoi.in

ઇન્સ્ટાગ્રામે હવે ક્રોનોલોજીકલ ફીડનું પરીક્ષણ શરૂ કર્યું, હવે દેખાશે આ ફેરફારો

Social Share

નવી દિલ્હી: વોટ્સએપની જેમ ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram પણ સમયાંતરે પોતાના યૂઝર્સને અવનવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને વોટ્સએપ બાદ ઇન્સ્ટાગ્રામ પણ ખૂબ જ લોકપ્રિય એપ છે. હવે ઇન્સ્ટાગ્રામે ક્રોનોલોજીકલ ફીડનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચર પહેલાથી જ કેટલાક એકાઉન્ટ્સ માટે ટ્રાયલમાં છે અથવા આગામી થોડા સપ્તાહમાં પૂરી કરાશે.

તે ઉપરાંત ઇન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં યૂઝર્સને ત્રણ અલગ અલગ ફીડ્સ હોમ, ફેવરિટ અને ફોલોઇંગ વચ્ચે ટોગલ કરવાની મંજૂરી આપશે. ઇન્સ્ટાગ્રામના પ્રમુખ મોસેરીએ કહ્યું કે, અમે તમારી હોમ સ્ક્રીન પર ત્રણ અલગ અલગ શ્રેણી હોમ, ફેવરિટ અને ફોલોઇંગ વચ્ચે સ્વિચ કરવાની ક્ષમતાનું ટ્રાયલ કરવાનું શરૂ કરી રહ્યાં છીએ.

હોમ એ Instagram ના વર્તમાન ફીડ જેવું જ હશે, જે તમારા ઈન્ટરેસ્ટના આધારે પોસ્ટ્સને રેન્ક આપે છે, જ્યારે ફેવરિટ મિત્રો માટે સપોર્ટ ફીડ હશે જેની તમે સૌથી વધુ કાળજી લો છો. ફોલોઇંગ તમારા દ્વારા ફોલો કરેલા એકાઉન્ટ્સ માટે જ એક ક્રોનોલોજિકલ ફીડ હશે. મોસેરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે પ્લેટફોર્મ વીડિયો પર ડબલ ડાઉન કરશે અને રીલ્સ પર ફોકસ કરશે.

Instagram તાજેતરના મહિનાઓમાં વીડિઓઝને હેન્ડલ કરવાની રીતમાં કેટલાક ફેરફારો કરી રહ્યું છે. ઑક્ટોબરમાં, તેણે મુખ્ય ફીડમાં લાંબા વીડિયો લાવવા માટે IGTV બ્રાન્ડને છોડી દીધી. યુઝર્સે બધા વીડિયો જોવા માટે રીલ્સ પર ટેપ કરવું પડશે.

નોંધનીય છે કે, Instagram તાજેતરના મહિનાઓમાં વીડિઓઝને હેન્ડલ કરવાની રીતમાં કેટલાક ફેરફારો કરી રહ્યું છે. ઑક્ટોબરમાં, તેણે મુખ્ય ફીડમાં લાંબા વીડિયો લાવવા માટે IGTV બ્રાન્ડને છોડી દીધી. યુઝર્સે બધા વીડિયો જોવા માટે રીલ્સ પર ટેપ કરવું પડશે.