Site icon Revoi.in

ઇન્સ્ટાગ્રામમાં હવે આપત્તિજનક લખતા પહેલા વિચારજો, અન્યથા ઇન્સ્ટાગ્રામ લેશે એક્શન

Social Share

નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ એપ પર લોકોના દુર્વ્યવહારથી બચવા માટે કંપનીએ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ હવે નવું ફીચર પ્રદાન કરવાની ઘોષણા કરી છે.

જ્યારે પણ કોઇ પણ યૂઝર્સ કોઇપણ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કરવાનો પ્રયાસ કરશે ત્યારે ઇન્સ્ટાગ્રામ તેમને એક ચેતવણી આપશે. એપમાં એક નવું હિડન ફીચર જોડવામાં આવ્યું છે.

યૂઝર્સને હવે એક લિમિટ આપવામાં આવશે. આ ફીચર જાતે જ કમેન્ટ્સ અને જેમને તમે ફોલ નથી કરતા તેમની dm રિકવેસ્ટ છૂપાવશે. આ સુવિધા દરેક યૂઝર્સ માટે ઉપલબ્ધ રહેશે.

એપ્લિકેશન પહેલેથી જ હીડન વર્ડ્સ નામની સુવિધા આપે છે જેના દ્વારા તમે હીડન ફોલ્ડરમાં અપમાનજનક શબ્દો, અને મેસેજને ફિલ્ટર કરી શકશો. આ સુવિધા અત્યાર સુધી કેટલાક દેશો પૂરતી જ સિમીત હતી પરંતુ આ મહિનાના અંત સુધી દરેક દેશ માટે રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.

કંપનીએ દાવો કર્યો છે કે ગયા અઠવાડીયે લગભગ 10 લાખ લોકોને ચેતવણી આપી હતી જેમણે આપત્તિજનક શબ્દો કમેન્ટ કે DMમાં કહેવાનો પ્રયત્ન કર્યો હતો. કેટલીક કમેન્ટ સુધારવામાં તો કેટલીક ડિલીટ પણ કરી દેવામાં આવી હતી.

તમારી ઇન્સ્ટાગ્રામ એપને અપડેટ કરો અને જો સેટિંગમાં તમને આ ફીચર બતાવે છે તો તમે સેટિંગ ચેન્જ કરીને આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.