Site icon Revoi.in

હવે ઇન્સ્ટાગ્રામ તમને સામેથી આરામ કરવા કહેશે, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ ફીચર

Social Share

નવી દિલ્હી: આજે જ્યારે મોટા ભાગનું યુવાધન ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વિટર પર વધુ સ્ક્રીન ટાઇમ વિતાવે છે ત્યારે તેનાથી આંખોને પણ નુકસાન થાય છે તેમજ માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. આ વચ્ચે હવે ઇન્સ્ટાગ્રામ ઇચ્છે છે કે તમે વધુ સમય સુધી ઑનલાઇન ના રહો અને વધારે સમય સ્ક્રીન પર ના વિતાવો. ઇન્સ્ટાગ્રામના આ ફીચરનું નામ ટેક અ બ્રેક છે. કંપનીના હેડ એડમ મોસેરી અનુસાર આ ફીચરની ખૂબ લાંબા સમયથી પ્રતિક્ષા કરાઇ રહી છે. આ ફીચર ઇન્સ્ટા યૂઝર્સને આ વાત કહેશે કે તેઓ લાંબા સમયથી આ પ્લેટફોર્મ પર હોવાથી હવે તેઓએ આરામ કરવો જોઇએ.

ટ્વિટર પર આ ફીચરની જાણકારી આપતા મોસેરેએ કહ્યું કે, આ ફીચર તમને ઇન્સ્ટા પર અમૂક સમય વ્યતિત કર્યા બાદ 10,20 કે 30 મિનિટનો બ્રેક લેવા માટે સૂચના આપશે. ટેક અ બ્રેક ફીચર ડિસેમ્બર મહિનાથી મોટા પાયે યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવાશે.

અગાઉ ઇન્સ્ટાગ્રામ એવી ટિકાનો ભોગ બન્યુ હતું કે, ઇન્સ્ટાગ્રામ કિશોર યૂઝર્સ માટે હાનિકારક છે. તાજેતરમાં જ અમેરિકન વ્હિસલબ્લોઅર ફ્રાંસિસ હાઉગને પણ ખુલાસો કર્યો હતો કે, એપ્સ કિશોરવયના યૂઝર્સના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આ દરમિયાન ફેસબુકના ગ્લોબલ બાબતોના ઉપ-પ્રમુખ નિક ક્લેગે કહ્યુ કે, ફોટો શેરિંગ પ્લેટફોર્મ ખરાબ કન્ટેન્ટ હટાવવા માટે નવું ફીચર રજૂ કરશે. ક્લેગે કહ્યુ કે, “અમે કંઈક એવું કરવા જઈ રહ્યા છીએ જેનાથી મને લાગે છે કે ઘણો ફરક પડી જશે.

નોંધનીય છે કે, ટૂંક સમયમાં હવે તમારે કદાચ ઇન્સ્ટાગ્રામ યૂઝ કરવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે. કંપની આ બાબત પર વિચાર કરી રહી છે અને કેટલું ખાસ કન્ટેન્ટ એક્સેસ કરવા માટે ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે ચાર્જ ચૂકવવાનો રહેશે.