- આવી નવી IRCTCની iPAY સુવિધા
- તેનાથી ટિકિટ કેન્સલ થવા પર ફટાફટ રિફંડ મળશે
- રિફંડ માટે વધુ સમય સુધી પ્રતિક્ષા કરવી પડશે નહીં
નવી દિલ્હી; IRCTC પોતાના યૂઝર્સને સતત નવા નવા ફીચર્સ પ્રદાન કરતી રહે છે. હવે IRCTCએ નવા પેમેન્ટ ગેટવે iPAYની શરૂઆત કરી છે. આની મદદથી હવે તમને તમારું રિફંડ ઝડપથી પરત મળી જશે. અત્યારસુધી તમને ટ્રેનની ટિકિટ બૂક કરાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ટિકિટ રદ્દ કરાવવા કે પછી રિફંડ માટે ખૂબ જ અગવડ ભોગવવી પડતી હતી. જો કે હવે રિફંડ માટે વધુ સમય સુધી પ્રતિક્ષા કરવી પડશે નહીં. IRCTCનું પોતાનું પેમેન્ટ ગેટવે IRCTC-iPayના નામથી છે.
IRCTC iPay થી ટ્રેન ટિકિટ બુકિંગ પ્રક્રિયા:
1. iPay થી બુકિંગ માટે સૌપ્રથમ www.irctc.co.in પર લોગિન કરો.
2. હવે તમે તમારી મુસાફરી સાથે જોડાયેલી ડીટેલ જેવી કે જગ્યા અને ડેટા ભરો.
3. તમારા રૂટ મુજબ ટ્રેન સિલેક્ટ કરો.
4. ટિકિટ બુક કરતી સમયે પેમેન્ટ મેથર્ડમાં તમને પહેલો ઓપ્શન ‘IRCTC iPay’ નો મળશે.
5. આ ઓપ્શનને પસંદ કરી ‘પે એન્ડ બુક’ પર ક્લિક કરો.
6. હવે પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI ડીટેલ ભરો.
7. તમારી ટિકિટ તરત જ બુક થઈ જશે જે બાદ તેનું કન્ફોર્મેશન તમને SMS અને ઈમેલથી મળી જશે.
8. ભવિષ્યમાં બીજી વખત ટિકિટ બુક કરવા પર તમારે પેમેન્ટ ડીટેલ ફરી નહીં ભરવી પડે.
IRCTC-iPayની સર્વિસ ચાલુ છે. જે અંતર્ગત ટિકિટ બૂકિંગ માટે કોઇ બેંકના પેમેન્ટ ગેટવે પર રૂપિયા અપાય છે જેનાથી બચત થાય છે. ટિકિટ રદ્દ કરાવાની સાથે જ તેનું રિફંડ તમારા ખાતામાં જમા કરાવી દેવામાં આવે છે.
અગાઉ જ્યારે ટિકિટ કેન્સલ કરાવતા હતા ત્યારે તેનું રિફંડ અનેક દિવસ બેંક ખાતામાં જમા થતું હતું. જો કે હવે નવા ફીચર્સથી ફટાફટ પૈસા તમારા ખાતામાં ક્રેડિટ થઇ જશે. IRCTC અંતર્ગત યૂઝર્સ પોતાના UPI બેંક ખાતા અને ડેબિટ મેટ માત્ર એક વખત જ મેનડેટ આપવાની રહેશે. મેન્ડેટ આપ્યા બાદ પેમેન્ટ ઇન્સટમેન્ટ આગળના ટ્રાન્ઝેક્શન માટે અધિકૃત થઇ જશે.