- ફેસબૂક પર જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરી શકો છો
- આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો
- તમારી પોસ્ટ્સ થઇ જશે ડિલીટ
નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ તરીકે ફેસબૂક પ્રચલિત છે અને આજે લોકો પોતાના વિચારો, અભિપ્રાય, મંતવ્યો, ફોટા અને જીવનની ઘટનાઓ અંગે તેના પર નિયમિતપણે શેર કરતા રહે છે. ક્યારેક લોકો કોઇને કોઇ કારણોસર આ પોસ્ટ્સ દૂર કરવા માંગતા હોય છે, પરંતુ દરેક પોસ્ટને પસંદ કરવાની એ એક સમસ્યા છે. પરંતુ ફેસબૂક યૂઝર્સની ઝંઝટને ઓછી કરવા માટે એક સાથે પોસ્ટ ડીલિટ કરવાની સુવિધા પૂરી પાડે છે.
ફેસબૂકમાં મેનેજ એક્ટિવિટી નામનું એક ટૂલ ઉપલબ્ધ છે. જે યૂઝર્સને તેમની જૂની પોસ્ટ એક સાથે સબમિટ કરવા અને ડિલીટ કરવામાં મદદ કરે છે. એકવાર પોસ્ટ ડિલીટ થઇ જાય તો તે 30 દિવસ સુધી આર્કાઇવમાં રહે છે. આ સમયગાળા સુધી તમે તેને ફરીથી મેળવી શકો છો, પરંતુ 30 દિવસ પછી તમને આ ફાઇલ મળશે નહીં.
આ રીતે આ ફીચરનો ઉપયોગ કરો
- સૌ પ્રથમ તમારે ફેસબૂક લોગઇન કરવું પડશે
- ત્યારબાદ એક્ટિવિટી લોગ સેક્શન પર જાઓ
- અહીં ઘણા વિકલ્પો દેખાશે, જેમ કે તમે શું સર્ચ કર્યું, કઇ પોસ્ટ કરી અને શું જોયું
- જૂની પોસ્ટ ડિલીટ કરવા માટે ફિલ્ટરના ઓપ્શન પર જાઓ
- ત્યાં એક્ટિવિટી લોગ પસંદ કરો
- જો તમારે 1 વર્ષની પોસ્ટને દૂર કરવા માગો છો, તો તમારી પાસે તમારી સામે વર્ષ પસંદ કરવાનો વિકલ્પ પણ હશે
- હવે ફિલ્ટર એક્ટિવિટી હશે
- અહીં પોસ્ટની જમણી બાજુએ ત્રણ બિંદુઓ હશે
- આ બિંદુઓ પર ક્લિક કરવાથી, તમે પોસ્ટને હાઇડ કરવા, તેને આર્કાઇવ કરો અથવા તેને ટ્રેશ કરવાનો ઓપ્શન જોવા મળશે
- તમે જે કરવા ઇચ્છો છો તેના પર ક્લિક કરો
- તમે તમારી બધી પોસ્ટને એકસાથે પસંદ કરીને કાઢી પણ શકો છો