Site icon Revoi.in

હવે હિંદીમાં પણ LinkedIn છે ઉપલબ્ધ, આ રીતે કરી શકશો ઉપયોગ

Social Share

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે હવે હિંદી ભાષા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ પોતાનું સ્થાન મજબૂત રીતે બનાવી રહી છે અને દરેક ભારતીયો માટે આ એક ગર્વની બાબત કહી શકાય. હવે ખૂબ જ પ્રસિદ્વ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પણ હિંદી ભાષામાં ઉપલબ્ધ થશે. હિંદીના જોડાવવા સાથે હેવ લિંક્ડઇન 25 ભાષાઓમાં સપોર્ટ કરે છે.

માઇક્રોસોફ્ટના સ્વામિત્વ હેઠળના સોશિયલ મીડિયા નેટવર્કે પહેલી ભારતીય પ્રાદેશિક ભાષા હિંદીને લોંચ કરવાની જાહેરાત કરી છે. લિંક્ડઇઇને આ અંગે વાત કરતા કહ્યું કે, ભારતીય પ્રાદેશિક ભાષામાં નેટવર્કને લોંચ કરવાથી કંપનીને ભારત અને વિશ્વભરમાં હિંદી બોલતા લોકોને પ્રોફેશનલ તેમજ નેટવર્કિંગના અવસરો સુધી વધુ પહોંચવાની તક સાંપડશે.

હિંદીમાં LinkedIn પહેલા તબક્કામાં રોલ આઉટ કરવામાં આવ્યું છે જેમાં યૂઝર્સ પોતાના ફીડ, પ્રોફાઇલ, જોબ, મેસેજિંગ સુધી પહોંચી શકશે અને ડેસ્કટોપ અને પોતાના એન્ડ્રોઇડ અને iOS પર હિંદીમાં પોસ્ટ બનાવી શકશે.

આગામી સમયમાં હિંદીભાષી પ્રોફેશનલ માટે ઉપલબ્ધ નોકરીઓની તકોને વધારવાની દિશામાં લિંક્ડઇન કાર્યરત છે. આગામી સમયમાં નોકરીના અવસરોની સીમા વધારવી એ લિંક્ડઇનનું લક્ષ્ય છે. આગામી સમયમાં આ પ્લેટફોર્મ આવનાર સપ્તાહમાં વધુ હિંદી પ્રકાશકો અને ક્રિએટર્સને જોડવાનું ચાલુ રાખશે.

ભારત અમેરિકા બાદ સૌથી વધુ લિંક્ડઇન યૂઝર્સ ધરાવતો બીજો દેશ છે. સમગ્ર વિશ્વમાં લિંક્ડઇનના 82 મિલિયનથી વધારે યૂઝર્સ છે. કુલ મળીને 800 મિલિયનથી વધારે યૂઝર્સ વૈશ્વિક સમુદાયનો ભાગ છે. લિંક્ડઇન ખાસ કરીને તમારી કારકિર્દીના ગ્રોથ અને પ્રોફેશનલ નેટવર્કના વિસ્તરણ માટે ખૂબ જ અસરકારક માધ્યમ છે.