Site icon Revoi.in

સોશિયલ મીડિયાની લતને દૂર કરવા માટે થપ્પડ મારવા એક યુવતી રાખી, એલ્ન મસ્કે પણ કરી ટ્વિટ

Social Share

નવી દિલ્હી: અત્યારે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામનું યુવાધનને ઘેલુ લાગ્યું છે ત્યારે ફેસબૂકનું વળગણ પર માનસિક સ્વાસથ્યને પ્રભાવિત કરે છે. ત્યારે ફેસબૂકનું વળગણ દૂર કરવા માટે લોકો કેવા કેવા કીમિયા વાપરતા હોય છે તેનો એક કિસ્સો સામે આવ્યો છે. ટેલ્સાના CEO એલન મસ્કે એક વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં એક મહિલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો ઉપયોગ કરનારા પુરુષને વારંવાર થપ્પડ મારતી જોવા મળે છે.

આ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે વ્યક્તિ  સાન ફ્રાન્સિસ્કોમાં રહેલા બ્લોગર મનીષ સેઠી છે. જે વિયરેબલ ટેક સ્ટાર્ટઅપ પાવલોકનો સ્થાપક પણ છે. સેઠીએ કથિત રીતે જ્યારે પણ તે ફેસબૂકનો ઉપયોગ કરે ત્યારે થપ્પડ મારવા માટે એક મહિલાને કામે રાખી હતી. કારા નામની મહિનાને કથિતપણે આ કામ માટે રખાઇ હતી. તે મહિલાને કામ માટે પ્રતિ કલાક 8 ડૉલરની ચૂકવણી કરવામાં આવી હતી.

સેઠીએ તેના આ અનુભવને શેર કરતા લખ્યું છે કે, એક મહિલાને લાફો મારવા માટે કામ રાખીને પોતાની ઉત્પાદકતાને 35-40 ટકાથી વધારીને 98 ટકા કરવામાં સક્ષમ હતો. આ પ્રયોગ 9 વર્ષ પહેલા સેઠીએ અજમાવ્યો હતો. જો કે ઉત્પાદકતા વધારવાના આ અસાધારણ પગલાં પર એલોન મસ્કનું ધ્યાન હવે ગયું હતું.

સેઠીની આ ટ્વીટ પર રિપ્લાય કરતા એલન મસ્કે 2 ફાયર ઈમોજી મોકલ્યા જેનાથી બ્લોગર ખુબ પ્રભાવિત થયો. થોડા જ સમયમાં સેઠીએ મસ્કને જવાબ આપતા અને પોતાના સ્ટાર્ટ અપ વિશે જણાવતા કહ્યું કે હું એ જ છોકરો છું જે આ તસવીરમાં જોવા મળી રહ્યો છે. શું @elonmusk મને બે ઈમોજી આપી રહ્યા છે જે મારી સૌથી મોટી સફળતા છે?