નવી દિલ્હી: ભારતમાં PUBGના દિવાનાઓ માટે PUBG New State થોડાક સમય પહેલા લોન્ચ કરવામાં આવી હતી. જો કે ગેમ લૉન્ચ થયા બાદ યૂઝર્સને તેમાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગેમમા આવેલા બગને કારણે કેટલાક એકાઉન્ટ્સ આકસ્મિક રીતે ઇન-ગેમ આઇટમ્સ મેળવી શકે છે. ડેવલપર ક્રાફ્ટ અનુસાર જ્યાં સુધી આ બગ્સનો ઉકેલ ના આવે ત્યાં સુધી આ બગથી પ્રભાવિત થઇ રહેલા એકાઉન્ટ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત એકાઉન્ટ ધરાવતા ખેલાડીઓને વળતર તરીકે કેટલાક રિવોર્ડ્સ પણ અપાશે.
અગાઉ ક્રાફ્ટોને જાહેરાત કરી હતી કે, ટીમ 25 નવેમ્બરના રોજ ટૂંકા સમય માટે PUBG: ન્યૂ સ્ટેટ પર ઇમરજન્સી લગાવવામાં આવી હતી. તેની પાછળનું કારણ એક બગ હતું જેમાં ચોક્કસ એકાઉન્ટ્સ દ્વારા ભૂલથી ઇન-ગેમ વસ્તુઓનો દાવો કરવામાં આવ્યો છે.
એવા ખેલાડીઓ કે જેઓ આ બગથી પ્રભાવિત થયા છે અને જેમના એકાઉન્ટ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેઓને એકવાર બગ ફિક્સ થઈ ગયા પછી ઍક્સેસ મેળી જશે. PUBG: ન્યૂ સ્ટેટ આ બધા એકાઉન્ટ્સની ઍક્સેસ મેળવ્યા પછી તેમને અલગથી રિવોર્ડ્સ પણ આપવામાં આવશે.
નોંધનીય છે કે, સપ્તાહની શરૂઆતમાં, PUBG: ન્યૂ સ્ટેટને ફરજીયાત અપડેટ મળ્યું હતું. જે ગેમમાં હેકર ડિટેક્શન સિસ્ટમમાં સુધારાઓ લાવવા માટે આપવામાં આવ્યું હતું. આ અપડેટ ઇન્સ્ટોલ કરવું ફરજીયાત હતું. હવે, ગેમની એન્ટી ચિટિંગી સિસ્ટમ પહેલા કરતા વધુ મજબૂત બનાવવામાં આવી છે.