હવે માસ્ક જ તમને કોરોના સંક્રમણ છે કે નહીં તે જણાવશે, જાણો બાયોસેન્સર માસ્કની વિશેષતા
- હવે આવી ગયું છે બાયોસન્સરથી સજ્જ માસ્ક
- આ માસ્ક પહેરવાથી જ કોરોના સંક્રમણની ખબર પડી જશે
- આ માસ્ક પહેરીને શ્વાસ લેવા સમયે જ સંક્રમણની જાણ થઇ જશે
નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે. કોરોના વાયરસના હવે નવા નવા વેરિએન્ટ ફરીથી લોકોમાં ભય અને દહેશત ફેલાવી રહ્યાં છે. કેટલીક કંપનીઓએ ઘરે જ સંક્રમણ જાણવા માટે કોરોના ટેસ્ટિંગ કિટ બનાવવાનો દાવો કર્યો છે. જે ઑનલાઇન શોપિંગ સાઇટ પર પણ જોવા મળી રહ્યું છે,.
ભારતમાં હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે એક સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. માર્કેટમાં એક નવું માસ્ક આવી ગયું છે. જે બાયોસેન્સરથી સજ્જ છે. આ માસ્કની ખાસિયત એ છે કે તે પહેરવા સાથે જ ખબર પડી જશે કે કોરોના સંક્રમણ છે કે નહીં. આ માસ્કને પહેર્યા બાદ શ્વાસ લીધા પછી ખબર પડી જાય છે કે તમને કોરોના છે કે નહીં. આ નવી ટેક્નોલોજીનો આગામી સમયમાં ખૂબ જ લાભ મળશે. તે ઉપરાંત કોરોના ટેસ્ટિંગ પાછળ થતો ખર્ચો પણ અટકાવી શકાશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને હાર્વર્ડ યુનિવર્સિટી સ્થિત Wyss ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજીકલ ઇન્સપાયર્ડ એન્જિનિયરિંગની સંશોધન ટીમે વીયરેબલ મટિરિયલ્સ વીથ એમ્બેડેડ સીન્થેટીક બાયોલોજી સેન્સર્સ ફોર બાયોમોલેક્યૂલ ડિટેક્શન નામથી પબ્લિક કરેલા સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે. તેઓ અનુસાર વીયરેબલ મટિરિયલ્સથી પણ કોરોના વાયરસની જાણ થઇ શકે છે. તે પછી તેઓએ બાયોસેન્સર માસ્કનું નિર્માણ કર્યું છે.
આ માસ્ક સામાન્ય KN-95 માસ્ક જેવું જ દેખાય છે. જેમાં નવા વીયરેબલ બાયોસેન્સર ઈન્સ્ટોલ કરવામાં આવ્યાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ માસ્ક પહેરવાથી 90 મીનીટની અંદર જાણી શકાય છે કે સંબંધિત વ્યક્તિને કોરોના સંક્રમણ છે કે નહીં. માસ્ક પહેરવાની સાથે જ તે એક્ટિવ થઈ જાય છે. થોડી જ વારમાં સંબંધિત વ્યક્તિને ખબર પડી જાય છે કે કોરોના છે કે નહીં.