નવી દિલ્હી: ફેસબૂકની મૂળ કંપની Meta અત્યારે ભારે સંકટમાં છે. હકીકત એવી છે કે, એક અમેરિકી એજન્સી FTCએ મેટા પર ઇજારાશાહીનો આરોપ લગાવ્યો છે. એવામાં કંપનીને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સેપને વેચી દેવું જોઇએ. એકવાર કોર્ટ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે FTC ફેસબૂકને કોર્ટમાં ઘસેડી જશે.
ફેસબૂકે જ્યારે હાલમાં જ પોતાનું નામ બદલીને Meta કર્યું છે ત્યારે મેટાને પોતાની બે લોકપ્રિય એપ્સ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને વેચવાની નોબત આવી શકે છે. આ શક્ય છે. અમેરિકી સોશિયલ મીડિયા દિગ્ગજ મેટા પર અવિશ્વાસન આરોપ લગાવ્યા છે. કંપની પર એવો આરોપ છે કે તે બીજી નાની કંપનીઓને તક આપી રહી નથી. કંપની પર એવો આરોપ છે કે કંપની અમેરિકામાં સોશિયલ મીડિયા ક્ષેત્રે પોતાના એકહથ્થુ શાસન જમાવી રહી છે.
ફેસબૂક પર એવો આરોપ છે કે કંપની પોતાના કોઇ પ્રતિસ્પર્ધીને આગળ વધવા દેતી નથી. જો કંપનીને લાગે કે કોઇ તેને ટક્કર આપવા માટે સક્ષમ છે તો તે કંપનીને પોતાની સાથે મર્જ કરી લે છે. આ બધા કારણોને લઇને ઘણી વખતા મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગને અમેરિકાની સંસદમાં બોલાવીને તેને વેધક સવાલો પણ કરવામાં આવ્યા છે અને આરોપ પણ લગાવાયા છે.
FTC મેટાને કોર્ટમાં ઘસેડી શકે છે. કારણ કે એન્ટી ટ્રસ્ટ મામલે અમેરિકી એજન્સી ફેડરલ ટ્રેડ કમિશનને સફળતા સાંપડી છે. FTC ઇચ્છે છે કે Meta પોતાની બે લોકપ્રિય એપ્સને વેચી દે. મહત્વનું છે કે, FTC અમેરિકન સરકારની સ્વતંત્ર એજન્સી છે, જે ગ્રાહકોના હિતની રક્ષા કરે છે. ફેડરલ ટ્રેડ કમિશને મેટા પર કથિતપણે એન્ટી ટ્રસ્ટ વાયોલેશનનો આરોપ લગાવ્યો હતો અને આ કેસ હજુ પણ ચાલી રહ્યો છે.