Site icon Revoi.in

બગ શોધવા માટે સંશોધકોને મેટા રિવોર્ડ આપશે, બગ બાઉન્ટી કાર્યક્રમ શરૂ કર્યો

Social Share

નવી દિલ્હી: METAએ એક બગ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. METAએ સ્ક્રેપ કરેલા ડેટામાં ખામીઓ અને બગ્સ શોધવા માટે સંશોધકોને પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. ડેટા સ્ક્રેપિંગનો અર્થ એ છે કે કેવી રીતે મેટા માસ ઓટોમેટિક ટૂલ દ્વારા યૂઝર્સની પ્રોફાઇલમાંથી વ્યક્તિગત વિગતો, જેમ કે પ્રોફાઇલ ફોટા, ઇમેઇલ સરનામાં અને ફોન નંબરો એકત્રિત કરે છે.  સંશોધકો જે સ્ક્રેપ કરેલા ડેટામાં ભૂલો શોધી શકે છે અને બગ્સની જાણ કરી શકે છે. જે સ્ક્રેપિંગને વધુ સક્ષમ બનાવે છે.

સિક્યોરિટી એન્જિનિયરિંગ મેનેજર અનુસાર અમે એ ખામીઓને શોધી રહ્યા છીએ જે હુમલાખોરો સુધી ડેટા પહોંચાડવા માટે સ્ક્રેપિંગ લિમિટ્સને બાયપાસ કરવામાં મદદ કરે છે. ડેટા સ્ક્રેપિંગ માટે બગ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કરનાર તે પ્રથમ કંપની છે.

ડેટા સ્ક્રેપિંગ સાથે મેટા જેવી કંપનીઓ વિવિધ વેબસાઈટ્સ પરથી વ્યક્તિગત વિગતો કાઢે છે. જો આ વિગતનો મોટો હિસ્સો યૂઝર્સ દ્વારા તેઓ જે વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યાં છે તેને સ્વેચ્છાએ આપવામાં આવે છે, મતલબ કે તે ડેટા સ્ક્રેપિંગ વિગતોને ફોરવર્ડ કરવાની મંજૂરી આપે છે, જેમાં શોધી શકાય તેવા ડેટાબેસિસમાં વિગતો શેર કરવાનો સમાવેશ થાય છે.

ડેટા સ્ક્રેપિંગ એ ઉદ્યોગ-વ્યાપી પ્રવૃત્તિ છે જ્યાં વપરાશકર્તાઓની વ્યક્તિગત વિગતો વિવિધ પક્ષો સાથે શેર કરવામાં આવે છે અને મેટા પણ તેનાથી બચી શકતું નથી. ડેટા સ્ક્રેપિંગ એ એક વ્યવસાય વ્યૂહરચના છે જે કાયદાના ધોરણોને કારણે કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઈપણ લીક થયેલ ડેટા પરવાનગી વિના ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ બગનું પરિણામ હોઈ શકે છે.

મેટા અનુસાર સંશોધકોને “પીઆઈઆઈ અથવા ચોક્કસ ડેટા (જેમ કે ઈમેઈલ, ફોન નંબર્સ, ભૌતિક સરનામાં) સાથે ઓછામાં ઓછા 1,00,000 અપડેટ કરેલા Facebook યૂઝર્સ રેકોર્ડ્સ ધરાવતા અસુરક્ષિત અથવા જાહેર ડેટાબેસિસને શોધવા માટે પુરસ્કાર આપવામાં આવશે.”