- એક વર્ષમાં ટ્વિટર કેટલું બદલાયું
- આ નવા ફીચર્સ થયા સામેલ
- જેનાથી યૂઝર્સની સુરક્ષા પણ વધી
નવી દિલ્હી: વર્ષ 2021 દરમિયાન ટેક્નોલોજી ક્ષેત્રે અવનવા અનેક પરિવર્તનોને સ્થાન લીધુ છે. જેમાં ફેસબૂકે પોતાનું નામ બદલીને મેટા કર્યું છે તો બીજી તરફ વોટ્સએપ અને ટ્વિટર જેવી એપ્સમાં પણ અનેકવિધ ફીચર્સ યૂઝર્સની સહુલિયત માટે લૉંચ કરવામા આવ્યા છે. ટ્વિટરમાં એડ કરાયેલા નવા ફીચર્સ યૂઝર્સને વધુ સુરક્ષા પૂરી પાડશે.
તો ચાલો વર્ષ 2021માં ટ્વિટરમાં કેટલા ફીચર્સ એડ કર્યા છે તેના વિશે જાણીએ.
બર્ડ વોચ
ટ્વિટર પર ક્યારેક ભ્રામક ટ્વિટ પણ ફેલાતી હોય છે. આ પ્રકારની ભ્રામક ટ્વિટ પર પ્રતિબંધ મૂકવા માટે ટ્વિટરે બર્ડ વોચ ટ્વિટર લૉંચ કર્યું છે. આ ફીચર ટ્વિટર પર ફેલાતા ફેક ન્યૂઝ કે ફેક જાણકારી વિશે અલર્ટ કરે છે.
ટ્વિટર સ્પેસિસ
આ ફીચરને ટ્વિટરે લાઇવ ઓડિયો માટે લોન્ચ કર્યું છે, જેનો ઉપયોગ કોઇ પણ વ્યક્તિ કરી શકે છે.
ટીપ્સ
આ ફીચર દ્વારા યુઝર પોતાના મનપસંદ ક્રિએટરને પૈસા મોકલી શકે છે. આ એક સબ્સ્ક્રિપ્શન આધારિત ફીચર છે અને હાલ ભારતમાં ઉપલબ્ધ નથી.
ન્યૂ વેરિફિકેશન એપ્લિકેશન
આ ફીચર પર કંપનીએ ચાર વર્ષ સુધી કામ કર્યુ છે અને હાલ આ ફીચર સુવિધામાં આવ્યું છે. આ ફીચર આવ્યા બાદ બ્લૂ ટીક વેરીફિકેશન પહેલાની સરખામણીએ વધુ સરળ બન્યું છે અને તેને કોઇ પણ એપ્લાઇ કરી શકે છે.
ટ્વિટર બ્લૂ
સબ્સ્ક્રિપ્શન આધારિત સર્વિસ ટ્વિટર બ્લૂ દ્વારા યૂઝર્સને અંડૂ ટ્વિટ અને જાહેરાત વગર જ આર્ટિકલ વાંચવાની સુવિધા મળે છે. યૂએસમાં ઉપલબ્ધ આ ફીચરનો માસિક ચાર્જ રૂ. 2.99 ડોલર છે એટલે કે 222 રૂપિયા છે.
સુપર ફોલોવ્સ
આ પણ કંપનીનું એક રેવન્યૂ ફીચર છે અને તેમાં કન્ટેન્ટ ક્રિએટર્સ તેના ફોલોવર્સને એક્સક્લુઝીવ કન્ટેન્ટ સબ્સ્ક્રિપ્શનના આધારે ઉપલબ્ધ કરાવી શકે છે. આ ફીચર હાલ માત્ર અમેરિકામાં છે.
ફ્લીટ્સ
જાન્યુઆરીમાં આ ફીચરને લૉંચ કરવામાં આવ્યું હતું. લોંચના 8 મહિના બાદ તેને બંધ પણ કરી દેવામાં આવ્યું હતું. આ ફીચરમાં વોટ્સએપ સ્ટેટસની માફક કન્ટેન્ટ 24 કલાકમાં આપમેળે ગાયબ થઇ જતું હતું.