Site icon Revoi.in

હવે આ સરળ સ્ટેપ્સથી Whatsapp Status કરો ડાઉનલોડ, કોઇ થર્ડ પાર્ટી એપની નથી જરૂર

Social Share

નવી દિલ્હી: હાલમાં વોટ્સએપ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વપરાતી ચેટ એપ્લિકેશન છે અને તે લોકપ્રિય પણ છે. વોટ્સએપ સ્ટેટસ ફીચર બહુ પ્રખ્યાત છે. આવું જ ફીચર Facebook અને Instagramમાં પણ ઉપલબ્ધ છે. Whatsapp યૂઝર્સ કોઇપણ ફોટો, વીડિયો અથવા ટેકસ્ટને પોતાના સ્ટેટસમાં અપલોડ કરી શકે છે. આ સ્ટેટસ 24 કલાક સુધી સક્રિય રહે છે. જો કે કેટલાક લોકોને સ્ટેટસ એટલા સારા હોય છે કે લોકોને તેના સ્ક્રીનશોટ લેવા પડે છે. પરંતી વીડિયો સ્ટેટસમાં સ્ક્રિનશોટ પાડી શકાતા નથી. પરંતુ હવે ચિંતાની જરૂર નથી. અમે દર્શાવેલા સ્ટેપ્સથી તમે વીડિયો ડાઉનલોડ કરી શકશો.

ફોટોનો સ્ક્રીનશોટ લઇ શકાય છે પરંતુ વીડિયોના કિસ્સામાં આ શક્ય નથી. વોટ્સએપ સ્ટેટસને સેવ કરવા માટે ઘણી એપ્લિકેશન્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. આપને જણાવી દઇએ કે કોઇપણ થર્ડ પાર્ટી એપ વગર પણ તમે વોટ્સએપ સેવ કરી શકો છો. ભલે પછી કે ફોટો હોય કે વીડિયો. આની વિશેષતા એ છે કે તમે સ્ટેટસ સેવ કરીને બીજા લોકોને પણ મોકલી શકો છો. આ માટે તમારે એક સરળ ટિપ ફોલો કરવી પડશે.

વ્હોટ્સેપ સ્ટેટસને સેવ કરવા માટે તમારે પહેલા તે સ્ટેટસને ઓપન કરવું પડશે. જો તે વીડિયો છે તો તેને ફુલ પ્લે કર્યા બાદ ફોનના ફાઈલ મેનેજરમાં સેવ થઈ જશે. મોટાભાગના ફોનમાં ફાઈલ મેનેજર ઈનબિલ્ટ આવે છે. જો તમારા ફોનમાં ફાઈલ મેનેજર નથી તો તેને ડાઉનલોડ કરી લો. ત્યારબાદ તમે ફાઈલ મેનેજર ઓપન કરો. ફાઈલ મેનેજરના સેટિંગમાં જાવ. અહીં તમને show hidden filesનું ઓપશન મળશે. તેને ઓન કરો.

ત્યારબાદ તમને એ ફાઈલ્સ જોવા મળશે જે બાય ડિફોલ્ટ હાઈડ રહે છે. હવે તમે ફાઈલ મેનેજરમાં ફોનના ઈન્ટરન્લ મેમરીમાં જાવ. અહીં તમને વ્હોટ્સેપનું ફોલડર જોવા મળશે. તેને ઓપન કરવા પર .Statuses ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડરમાં તમામ વ્હોટ્સેપ સ્ટેટસ રહે છે. હવે જે સ્ટેટસ વીડિયો તમે સેવ કરવા માગો છો, તેને સિલેક્ટ કરી કોપી કરી લો. ત્યારબાદ તેને ઈન્ટર્નલ સ્ટોરેજમાં પેસ્ટ કરી દો. હવે આ ફાઈલ સ્ટેટસ હટાવી લીધા બાદ પણ તમારા ફોનમાં સેવ રહેશે.